ખેરાલુ શહેરમાં વર્તમાન હોદ્દા ખોટો રોફ બતાવી નાના-મોટા વેપારીઓ પાસે થી પૈસા ઊઘરાવવા નાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે
નગરપાલિકા નો એક ચૂંટાયેલો સભ્ય હાઇવે પર નાના-મોટા લારીઓ-ગલ્લા તેમજ દુકાનદારો પાસે પૈસા ઉઘરાવતો હોવાનું સામે આવી રહ્યું છે લારી-ગલ્લા વાળા પાસે પૈસા લેતો હોવાથી ચર્ચા નો વિષય બન્યો છે પાલિકાનો આ સભ્ય હેરાન કરી રહ્યો હોય ના વેપારીઓ પોતાનો ઘર ગુજરાણ ચલાવવા મુંગામોઢે સહન કરવા મજબૂર બન્યા છે પાલિકાનો સભ્ય વિકાસ કરવાના બદલે આવા ધંધા કરી રહ્યો છે ખરેખર આ બાબત ખૂબજ ગંભીર છે ઘણા ખરા વેપારીઓ પોતાની ઓળખ ગુપ્ત રાખવા ની શરતે સ્વીકાર્યું છે કે આ સભ્ય દમ-દાટી થી પૈસા ઉઘરાણી કરે છે ચર્ચા નો વિષય એ પણ છે શહેર ના મોટામાથાઓનો હાથ હોવાથી કોઈપણ પ્રકાર નો ડર રાખ્યા વિના આ કામ કરી રહ્યો છે પાથરણા લારીઓવાળા ને ધંધો ના કરવા દેવાની ધમકીઓ પણ આપે છે રોજી રોટી ચલાવવા પૈસા આપી માથાકૂટ માં ના ઉતરતા આ વ્યકિત ને ફાવતું મળેલ હોય તેમ લાગી રહ્યું છે