
Patan : પાટણ તાલુકાના બાલીસણાંમાં એક પેડ માં કે નામ 2.0 અંતગર્ત 40 હજારથી વધુ રોપાઓનું વાવેતર હાથ ધરાયુ
યુનીટી ફાઉન્ડેશન દ્વારા ગ્રીન બાલીસણા પ્રોજેક્ટ બનાવી ત્રણ માસમાં વિવિધ પ્રકારના 700થી વધુ રોપાઓનું વાવેતર કરાશે
પાટણ તાલુકાના બાલીસણા ગામમાં છેલ્લા બે વર્ષમાં વન વિભાગ પાટણ દ્વારા વન કવચ, પવિત્ર ઉપવન, ગામ વનો, રોડ સાઈડ વાવેતર, ખેડુતલક્ષી વિવિધ યોજનાઓ અંતર્ગત ૪૦ હજારથી વધુ રોપાઓનું સફળતા પુર્વક વાવેતરની કામગીરી થતાં વન વિભાગના માર્ગદર્શન અને સંકલનમાં રહી એક પેડ માં કે નામ 2.0 અંતગર્ત યુનીટી ફાઉન્ડેશન બાલીસણા દ્વારા ગ્રીન બાલીસણા પ્રોજેક્ટ બનાવી માંહે જુન 2025 થી ઓગસ્ટ 2025 દરમ્યાન વિવિધ પ્રકારના ના નાના-મોટા વૃક્ષો ,ફુલછોડ ,વેલ વગેરે વાવેતર કરવાનું આયોજન હાથ ધરાયું છે.
જે અંતર્ગત યુનીટી ફાઉન્ડેશન દ્વારા બાલીસણા ગ્રામ પંચાયત તથા વન વિભાગના સહયોગથી નાના મોટા ફુલ છોડ, વેલ, કણજી, વડ, આંબલી, ગુલમહોર, બોરસલી એમ વિવિધ પ્રકારના 700થી વધુ રોપાનું ગામમાં વિવિધ સ્થળોએ વાવેતર કરવામાં આવેલ છે. સંસ્થા દ્વારા તમામ રોપા ઉછેર કરીને લોક સહકારનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી ગ્રીન બાલીસણા પ્રોજેક્ટને સફળ બનાવવા સંકલ્પ લેવાયો છે. તેમજ આગામી સમયમાં યુનીટી ફાઉન્ડેશ દ્વારા વિવિધ વિકાસ કામોના પ્રોજેક્ટ પણ અમલમાં મુકવામાં આવશે.
આ પ્રસંગે વન વિભાગ પાટણમાંથી શ્રી વી એલ દેસાઈ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર બાલીસણા તેમજ શ્રીમતી બી એન ચૌધરી વન રક્ષક બાલીસણા હાજર રહ્યા હતા.