ઉપરાષ્ટ્રપતિ – રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડે આપ્યું રાજીનામું.
આજથી સંસદનું ચોમાસું સત્ર શરુ થયું છે ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ - રાજ્યસભા નાં ચેરમેન જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક પત્ર મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, હું બંધારણના અનુચ્છેદ 67 (A) મુજબ તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપું છું.