logo

શિક્ષણ એજ કલ્યાણ

જરૂરિયાતમંદ વિદ્યાર્થીને સાઇકલ ભેટ આપી, શિક્ષણ માટે સમર્પણ ભાવના
📍સ્થળ: વેરાસા, બાલાસિનોર, મહિસાગર
🗓 તારીખ: 21-07-2025

ચા સમિતિ મહિસાગર અને અરવલ્લી ટીમ દ્વારા એક સમાજપ્રેરક અને હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજવામાં આવ્યો. સમિતિ દ્વારા એક જરૂરિયાતમંદ બાળકને શાળામાં આવતા-જતા અગવડતા ન થાય તે માટે સાઇકલ ભેટ રૂપે આપવામાં આવી હતી.

આના પાછળનો મુખ્ય હેતુ શિક્ષણ પ્રત્યે બાળકોમાં ઉત્સાહ વધારવો અને જરૂરી સહાયથી તેમને ભણતર તરફ પ્રોત્સાહિત કરવો હતો.

આ સુંદર સેવાકીય કાર્યના અંતર્ગત, સમગ્ર ટીમે આ બાળકને શિક્ષણ યાત્રામાં સહારો આપીને એક સકારાત્મક સંદેશ આપ્યો છે કે "નાની સેવાઓ પણ જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે".

સમિતિના સભ્યોએ જણાવ્યું કે તેઓ આગળ પણ આવા કાર્ય કરતા રહેશે અને સમાજમાં શિક્ષણ અને કલ્યાણ માટે યોગદાન આપતા રહેશે.

આભાર તથા શુભેચ્છાઓ સાથે,
ચા સમિતિ મહિસાગર અને અરવલ્લી ટીમ

23
1588 views