
શિક્ષણ તાલીમ વર્ગ નું આયોજન
આણંદ જિલ્લા તાલીમ ભવન, વલાસણ દ્વારા આયોજિત માસ્ટર ટ્રેનર તૈયાર કરનારો તાલીમ વર્ગ તારીખ 16,17,18 જુલાઈ 2025 દરમિયાન ધર્મજ કેળવણી મંડળ, ધર્મજ સંચાલિત વી. એન. (મલ્ટીપર્પસ) હાઈસ્કૂલ, ધર્મજમાં યોજાયો. જેમાં ધોરણ 03 થી 05ના ગુજરાતી વિષયના શિક્ષકો તથા 06 થી 08ના ગણિત અને અંગ્રેજી વિષયના કુલ ૧૮૦થી વધારે શિક્ષકોએ આ તાલીમ લીધી. જેવો હવે શિક્ષકોને પોતાના વિષયમાં શિક્ષક આવૃત્તિનો ઉપયોગ કરીને કેવી રીતે સજ્જતા કેળવી શકાય અને વિષયને વધુ ગહન બનાવી શકાય તેની તાલીમ આપશે. આ તાલીમમાં ડાયટ પ્રાચાર્ય શ્રી ગઢવી સાહેબ, સિનિયર અધ્યાપક શ્રી તિવારી સાહેબ, તથા શ્રી ધર્મેશભાઈ પટેલ અને શ્રી વિરાગભાઈ ગરાલા સતત પ્રવૃત્તિ રહ્યા.. આણંદ જીલ્લાના તમામ તાલુકાના સી.આર.સી., બી.આર.સી. કોર્ડીનેટર અને પ્રાથમિક શાળાના આચાર્યોએ પણ આ તાલીમની સફળતા માટે પૂરતો સહયોગ આપ્યો. વી.એન. હાઇસ્કુલ, ધર્મજના આચાર્ય ડૉ. વિજયભાઈ ઠક્કરે વ્યવસ્થાપન સહયોગ આપી તેઓને તાલીમમાં કોઈ અગવડ ન પડે તેવી વ્યવસ્થાકિય કાળજી લીધી. નવા કાર્ય કરવાનો ઉત્સાહ કંઈક અનેરો હોય છે. આ સૌ સારસ્વત મિત્રો અમારી સંસ્થામાં આવ્યા એ બદલ ધર્મજ કેળવણી મંડળ અને વી.એન.હાઇસ્કૂલ હર્ષની લાગણી અનુભવે છે. આ સાથે તાલીમ આપનાર KRP અને તાલીમ લેનાર MT દ્વારા મોકલેલ શાળાના ફોટોગ્રાફ સામેલ છે.
#Dharmaj #education #diet #dharmajian #DharmaJourney