પુનિયાદ ગામમાં પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ - આજે વૃક્ષારોપણ યોજાયું"
પુનિયાદ ગામમાં ચોથું વર્ષે સતત વૃક્ષારોપણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયું
સિનોર તાલુકો, પુનિયાદ:
આજ રોજ શ્રી પ્રવિણ પટેલ અને ગ્રીન પુનિયાદ ટીમ દ્વારા પુનિયાદ ગામમાં ચોથા વર્ષે સતત વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.
પર્યાવરણના સંરક્ષણ માટેના સંદેશ સાથે ગ્રામજનો અને ટીમના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આ વર્ષે ખાસ કરીને 500 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું, જે ગામના હવા-પાણી માટે ઉમદા યોગદાન આપશે.
આ કાર્યને સફળ બનાવવા માટે સહભાગી બનેલા તમામ લોકોને તેમજ સહયોગી ગ્રામજનોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.