logo

પશુપાલકો ને મોટી રાહત: સાબરડેરી એ વાર્ષિક ભાવફેર મા કર્યો વધારો . પશુપાલકો ના ત્રણેય પ્રશ્નો નું થયું સમાધાન

1. સાબરડેરી એ વાર્ષિક ભાવફેર 995 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવા ની જાહેરાત કરવામાં આવી. અગાઉ ના 960ના એડવાન્સ ભાવફેર સામે પશુપાલકો ને હવે તફાવત ના 35પ્રતિ કિલો ફેટ વધુ મળશે. 2. આંદોલન દરમિયાન નિર્દોષ લોકો પર થયેલ પોલીસ કેસ થયેલા હતા તે ચેરમેન અને બોર્ડે ખાતરી આપી છે કે નિર્દોષ લોકો ના કેસ પાછાં ખેંચવા સરકાર માં રજૂઆત કરવામાં આવશે. 3. એક વ્યકિત ના દુઃખદ અવસાન અંગે ડેરી ના ચેરમેન અને બોર્ડ તેમના પરીવાર ને યોગ્ય વળતર આપવા પ્રયત્ન કરવાની ખાતરી આપી છે. આમ પશુપાલકો ના ત્રણેય પ્રશ્નો નું સમાધાન થયુ છે. રમણલાલ વોરા એ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો ને શાંતિ જાળવી, દૂધ ભરવાનું ચાલુ કરવા વિનંતી કરી છે જેથી પશુપાલકો ને કે સાબરડેરી ને નુકશાન ન થાય અને પ્રતિષ્ઠા જળવાઈ રહે.

21
1746 views