logo

રામાપીર ના ભક્ત ની અડગ અને અતૂટ શ્રધ્ધા (ભોરોલ થી રણુજા) દંડવત યાત્રા

"અડગ મનના માનવી ને હિમાલય પણ નથી નડતો" આ ઉદાહરણ સરહદી વિસ્તાર એટલે કે થરાદ તાલુકાના ભોરોલ ગામના અને ખેડુત પરિવાર માં થી આવતા દેવાભાઈ મેઘજીભાઈ પટેલ દ્વારા પૂરું પાડ્યું છે. આજ થી લગભગ ૧૦ મહિના પહેલા દેવાભાઈના નાના દીકરા પ્રદીપ નો બાઇક ઉપર થી પડી જવાથી પગ ને ગંભીર ઇજા થાય છે. દેવાભાઈ પોતાના દીકરા ને લઈ ને થરાદ ની એક ખાનગી હોસ્પિટલ માં જાય છે ત્યાં પગ નુ ઓપરેશન કરાવે છે ઓપરેશન કરતી વખતે પગ ની નસ ને ઇજા પહોંચે છે અને મહિના બે મહિના પછી પગ માં સત્તત દુખાવો થવા થી તે મહેસાણા એક ખાનગી હોસ્પિટલ માં પ્રદીપ ને લઈ જાય છે ત્યાં ના ડોક્ટર દ્વારા ઘણી બધી મહેનત કરવા છતાં પણ ડોક્ટર દ્વારા બાંહેધરી ન આપતા અને છેલ્લે એમ કહેવામાં આવ્યું કે કદાચ પગ કાપવો પડશે આવું કહી ડોક્ટરે પણ હાથ ઊંચા કરી દીધા હતા. એ સમય દેવાભાઈ એ પોતાનો ભરોસો કહો કે શ્રદ્ધા એ રણુંજા વાળા બાબા રામદેવપીર ઉપર છોડી દીધું અને એમના દ્વારા એક ખુબ જ કઠિન કહેવાતી માનતા એટલે કે જમીન માપતા (દંડવત) રામદેવરા આવવા નો નિર્ણય કર્યો અને આખરે બાર બીજ ના ધણી એ પોતાના ભક્ત ની અરજી સ્વીકારી અને દેવાભાઈ ના દિકરા પ્રદીપ નો પગ બિલકુલ ધીમે ધીમે ઠીક થવા લાગ્યું અને આખરે આજે પ્રદીપ એકદમ ચાલતો થઈ ગયો ત્યારે છેલ્લા એક મહિનાથી દેવા ભાઈ પોતાની પ્રતિજ્ઞા પર અડગ રહી૧૨૫ કિલોમીટર જેટલું અંતર અત્યાર સુધી પૂર્ણ કર્યું છે વધુ માં દેવાભાઈ એ જણાવ્યું હતું. કે આ યાત્રા પૂર્ણ કરવામાં મને ત્રણ થી સાડા ત્રણ મહિના જેવો સમય થશે. આ સમયે મને મારા ગ્રામજનો સગાંવહાલા પરિચિત અપરિચિત સૌનો સારો એવો સાથ મળ્યો છે અને એના થકી હું આ માનતા પૂર્ણ કરવા જઈ રહ્યો છું

0
617 views