આજે કોળી સમાજની કુમાર છાત્રાલય અને સ્કૂલ માટે 5 વિઘા જમીન નુ દાન કરવામાં આવ્યું
🙏🙏જય માંધાતા જય કોળી સમાજ🙏🙏
આજે પણ સમાજમાં આવા હિરલા છે આજે તારીખ 16/7/2025 ને બુધવાર નાં રોજ વિઠલગઢ મુકામે કોળી સમાજ ના કાર્યાલય ખાતે કમીજલા 48 નાં આગેવાનો કશ્યપ ફાઉન્ડેશન નાં ટ્રસ્ટી ઓની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં કુમાર સ્કુલ અને છાત્રાલય બનાવવા માટે વઙલા ગામના વતની શ્રી રામજીભાઈ અમશી ભાઈ ભાભરીયા સાહેબે કુમાર છાત્રાલય બનાવવા માટે તેમને પોતાની માલીકીની બે હેકટર એટલેકે પાંચ વિઘા જમીન સમાજના દિકરા ઓ માટે સ્કૂલ બનાવવા આપેલ છે જેમાં સ્કૂલ બનીને તૈયાર થાય એટલે સ્કૂલ નું નાંમ તેમનાં માતા કંકુ બેન અમરશી ભાઈ ભાભરીયા અમરશી ભાઈ નાથા ભાઈ ભાભરીયા નું નામ કરણ કરવામાં આવશે જે પછી ટ્રસ્ટ બનાવવા ની પ્રવૃત્તિ કમીજલા 48 તળપદા કોળી પટેલ સમાજ યુવા સંગઠન દ્વારા કરવાની રહેશે તેમાં ભાભરીયા જયંતિ ભાઈ રામજીભાઈ ભાભરીયા રહેશે જે સર્વે અનુમતિ થી નક્કી કરવામાં આવ્યું છે