logo

સંસ્થા "કલાતીર્થ ટ્રસ્ટ" દ્વારા સંસ્કૃતિ સંવર્ધક અને "કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન પકલ્પ- 2025" સન્માન સમારોહ અમદાવાદ ખાતે ઉજવવામાં આવશે.

કલાતીર્થ ટ્રસ્ટ વતી અધ્યક્ષ શ્રી રમણીક ઝાપડિયા એ જણાવ્યું કે
ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી સંસ્થા "કલાતીર્થ ટ્રસ્ટ" દ્વારા આગામી તારીખ 20- જુલાઈ, 2025 ને રવિવારના રોજ સાંજે 3 કલાકે શ્રી સ્વામિનારાયણ વિશ્વ પ્રતિસ્થાનમ્ (છારોડી - ગુરુકુળ) અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યના પૂર્વમુખ્ય સચિવ શ્રી પી.કે. લહેરીસાહેબના અધ્યક્ષ સ્થાને અને પ. પૂ. ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીની પાવન ઉપસ્થિતિમાં એવોર્ડ અર્પણ સમારોહ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ પ્રસંગે વર્ષોથી ઇતિહાસ અને પુરાતત્વવિદ્ તરીકે કાર્યરત રહીને ભારતીય કલા,શિલ્પો, સ્થાપત્યો, દેવાલયોને ઉજાગર કર્યો છે તેવા 10 કલાસાધકોને શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી પુરસ્કૃત રોકડરાશિ 11000/- સાથે "સંસ્કૃતિ સંવર્ધક સન્માન- 2025" સાલ, સરપાવ અર્પણ કરીને અભિવાદન કરવામાં આવશે. ચાલુ વર્ષે નવી પેઢી ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાનું સંવર્ધન કરતી થાય, આ દિશામાં કાર્યરત બનીને સંશોધન ક્ષેત્રે આગળ વધી શકે તેવા શુભ આશયથી "કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન પકલ્પ- 2025" નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી સરકારી રાહે કાર્ય કરતી યુનિવર્સિટીઓ અને ખાનગી યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા, તેમાંથી 13 જેટલા શ્રેષ્ઠ મહાનિબંધોનું ચયન કરીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિજેતા વિદ્યાર્થીઓને "કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન -2025" ના માનપત્ર સાથે શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી પુરસ્કૃત રૂપિયા એક લાખ દસ હજારના રોકડ પુરસ્કારો- પ્રમાણપત્રો ઉપસ્થિત મહાનુભાવના હસ્તે એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે 13 સંશોધન લેખોનુ દસ્તાવેજીકરણ આ પ્રકલ્પના મુખ્ય સંયોજક અને ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્ય સર્જક, સંશોધક , લેખક નિસર્ગ આહિર દ્વારા સંપાદિત "કલા - અન્વેષણા" સંશોધનગ્રંથ સાથે "અક્ષરયાત્રા- ધન્ય ધરોહર" (ડાયરી)નું લોકાર્પણ કરવામાં આવશે. આ સમારંભનુ ઉદ્ઘાટન ગુજરાતરાજ્યના સનદી અધિકારી, પૂર્વમાહિતી નિયામક શ્રી વી.એસ. ગઢવી સાહેબ, ગુજરાત વિશ્વકોશના અધ્યક્ષ- કુમારપાળ દેસાઈ કરશે. બંને ગ્રંથોનું લોકાર્પણ લીલાધર પાસૂ ફોરવર્ડસ પ્રા. લિ. મુંબઈના એમ.ડી. શ્રી દેવેન્દ્રભાઈ શાહ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાસાહેબ કરશે. આ પ્રસંગે પુરસ્કાર દાતા શ્રીમતી પન્નાબેન હેમાણી, ભગિની દક્ષાબેન લાલસોદાગર ખાસ ઉપસ્થિત રહેશે. મુખ્ય મહેમાન તરીકે ભાવનગરની માઈક્રોસાઈનના એમ.ડી. નિશિત મહેતા, ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના મહામાત્રા- ડો. જયેન્દ્રસિંહ જાદવ, સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ- શ્રી જીતેન્દ્રભાઈ મોદી, મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના શ્રી જે. બી. પટેલસાહેબ, સુરત. મુંબઈના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી અરવિંદ ગડા ખાસ ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપ્રસિદ્ધ સાહિત્ય સર્જક, અધ્યાપક, સંચાલક- ડો અશ્વિન આણદાણી કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કચ્છમિત્ર ના પૂર્વ સહતંત્રી અને ઇતિહાસવિદ શ્રી નરેશ અંતાણી, કચ્છમિત્રના સંજય ઠાકર, દૂરદર્શનના પૂર્વ અધિકારી શ્રી કિશોર જોશી, પત્રકાર અને ચિત્રકાર જીગર પંડ્યા, ચિત્રકાર વિનય પંડ્યા, ચિત્રકાર કમલેશ ગજ્જર અને ચિત્રકાર અનિલ શ્રીમાળી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ અવસરના સાક્ષી બનવા આપ સૌને સહૃદય આમંત્રણ આપતા ગૌરવની લાગણી અનુભવ છું...

18
1062 views