logo

રસ્તા રખડતા કુતરાએ ધોરણ ૧ના બાળકે પર કર્યો હિંસક હુમલો, શિક્ષકોની ગેરહાજરી સામે ગ્રામજનોમાં રોષ


ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કોટમદર ગામની પ્રાથમિક શાળામાં ગત દિવસે દુઃખદ ઘટના સર્જાઈ હતી. શાળામાં ધોરણ ૧માં અભ્યાસ કરતી રુદ્ર પ્રભાકરભાઈ બાગુલ નામની બાળક બપોરની વિરામ દરમ્યાન ભોજન કરીને શાળા ના પટાંગણમાં રમતો હતો. તે દરમિયાન રસ્તે રખડતા એક કુતરાએ અચાનક દોડી આવી બાળક પર હિંસક હુમલો કર્યો હતો.

આ ઘટના દરમિયાન બાળકની ચીસા-ચીસ સાંભળી નજીકમાં કામ કરતા ગ્રામજનોએ તરત દોડી જઈ કુતરાને હંકારી બાળકને બચાવ્યો હતો. જો કે, હુમલામાં બાળકને ઘા લાગતા ઈજા પહોંચી હતી.

આ ઘટનાની વધુ ચિંતાજનક બાબત એ રહી કે હુમલાની ક્ષણમાં શાળામાં ન તો આચાર્ય હાજર હતા, ન અન્ય જવાબદાર શિક્ષક. ગામના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ અંતરિયાળ વિસ્તારની શાળામાં સતત શિક્ષકો ગેરહાજર રહે છે, જેના કારણે બાળકોની સુરક્ષા અને શિક્ષણ બંને પર ગંભીર અસર થઈ રહી છે.

બાળકના પિતા પ્રભાકરભાઈ બાગુલે જણાવ્યું હતું કે, “આવું વાતાવરણ છવાયેલું છે, બાળકો પર કોઇનું ધ્યાન નથી. આ પ્રકારની બેદરકારીને લઈ તાત્કાલિક તપાસ થવી જોઈએ અને જવાબદાર શિક્ષક-આચાર્ય સામે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.”

આ મામલે સ્થાનિક પ્રશાસન અને શિક્ષણ વિભાગે સજીવ નોંધ લઇ કાર્યવાહી શરૂ કરે તેવી ગ્રામજનોએ માંગ ઉઠાવી છે.

29
986 views