ગુજરાતમાં ખરાબ રસ્તાઓની ફરિયાદ હવે ઘરે બેઠાઃ ગુજમાર્ગ એપ્લિકેશન શરૂ
ગુજરાત સરકારે 'ગુજમાર્ગ' નામની નવી મોબાઈલ
એપ્લિકેશન શરૂ કરી છે, જે નાગરિકોને માર્ગ સંબંધિત સમસ્યાઓની ફરિયાદ ઘરે બેઠા નોંધાવવા સક્ષમ બનાવે છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિકસિત આ એપ્લિકેશન દ્વારા તમે ખરાબ રસ્તાઓ, ખાડા, કે અન્ય સમસ્યાઓનો ફોટો અને વિગતવાર વર્ણન મોકલી શકો છો. આ પહેલનો હેતુ નાગરિકોને સક્રિય કરીને માર્ગ સલામતી સુધારવાનો અને સરકારને વાસ્તવિક ડેટા પૂરો પાડવાનો છે, જેથી તાત્કાલિક પગલાં લઈ શકાય.