logo

ભુજ તાલુકાના કોટડા ચકાર ગામ માં આથામણા અને ઉગમણા ને જોડતો પુલ ફરી એક વખત બંધ કરવામાં આવ્યો ...

ભુજ તાલુકાના કોટડા ચકાર માં આવેલા આથામણા અને ઉગમણા ને જોડતો પુલ ફરી એકવાર બંધ કરવામાં આવ્યો છે જ્યારે પણ ભારત દેશમાં પુલ પડવાની દુર્ઘટના સર્જાય છે ત્યારે કોટડા ચકાર માં આવેલ પુલ ને તંત્ર અને સરકાર ના આદેશ અનુસાર બંધ કરી નાખવામાં આવે છે પણ અમુક લોકો દ્રારા પુલ ખોલી નાખવામાં આવે છે. આ નાટક છેલ્લાં ત્રણ વર્ષથી ચાલ્યા કરે છે. બસ હવે ઘણું થયું આસ પાસ ના રહેતા ગ્રામજનો જે રાજકીય આગેવાન હોય કે પછી સામાજિક આગેવાન કે પ્રજાજનો આ સમગ્ર લોકો નું એવું જ કહેવું છે જો પુલ જર્જિત છે તો આ પુલ ને તોડી પાડવામાં આવે અને એ જ સ્થળ ઉપર નવો પુલ બનાવવામાં આવે કારણ કે જે સમસ્યા હતી તે પણ હવે નથી રહી કારણ કે સરકારશ્રી ના આદેશ મુજબ જે ગામમાં દબાણો હતી તે પણ હટાવી દેવામાં આવી છે પરંતુ હવે આ પુલ ક્યારે નવો બનશે તે બાબતે પ્રજાજનો દ્રારા ચર્ચા વિચારણા કરવામાં આવે છે ...
✍🏼 નરસિંહ બળિયા
કોટડા ચકાર

60
3155 views