logo

ઉમતા – મહોરમ પર્વ નિમિતે તાજીયા ની શાંતિપૂર્ણ ઉજવણી

ઉમતા, તા. 6 જુલાઈ 2025 - ઉમતા કસ્બામાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર મહોરમ પર્વ નિમિતે તાજીયા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઈમામ હુસેન (અ.સ.)ની કરબલા ખાતે થયેલી શહાદતની યાદમાં, દર વર્ષની જેમ આ વર્ષે પણ અત્યંત શાંતિપૂર્ણ અને ધર્મભાવના સાથે ઈમામ હુસેનનની યાદમાં કરબલાણી પ્રતિકૃતિ સ્વરૂપે તાજીયા બનાવવામાં આવેલ હતા.

હુસેની ચોકમાં તાજીયા સાથે નિકળેલા જુલૂસમાં માં મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમગ્રજુલૂસ દરમિયાન શાંતિ, અનુક્રમણ અને ભાઇચારું જળવાયું હતું. આ માટે ગ્રામ પંચાયત, પોલીસ વિભાગ તથા સ્થાનિક સ્વયંસેવકોનું સહયોગ પ્રશંસનીય રહ્યો.

મહોરમની ઉજવણી મહોરમ કમિટી શ્રી સિરાજખાન હિમમતખાન ચૌહાણ, શ્રી જમીરખાન અબ્બાસખાન ચૌહાણ અને શ્રી ઇદ્રીસખાન અનવરખાન ચૌહાણ ની એક મહિનાની તૈયારી ભારે જહેમત, નિર્દેશન અને સંકલન હેઠળ ખૂબ જ સારી રીતે આયોજનબદ્ધ રીતે સંપન્ન થઈ.

આ તહેવાર નિમિતે ઈમામ હુસેનના ત્યાગ, બલિદાન અને સત્યના માર્ગે ચાલવા માટેનું પ્રેરણાસ્રોત રૂપ દસ દિવસ સુધી મજલીસો દ્વારા કરબલાના વાકયાં અને ઉપદેશો યોજાયા હતા. સમાજના વડીલ, યુવાનો અને બાળકોનો ઉત્સાહપૂર્ણ સહભાગ જોવા મળ્યો.

આવર્ષે પણ ઉમતા મુસ્લિમ સમાજે સમગ્ર ક્ષેત્રમાં શાંતિ, સંયમ અને ભાઇચારા માટે ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.

209
1749 views