મોરવા રેણા ગામમાં દલિત યુવક પર અત્યાચાર, ડેપ્યુટી સરપંચે જાતિવાચક શબ્દો બોલી ઉના કાંડની યાદ અપાવી, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા રેણા ગામમાં દલિત યુવક સાથે ડેપ્યુટી સરપંચે જાતિવાચક શબ્દો બોલી અપમાનિત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે શહેરા પોલીસ મથકમાં એટ્રોસિટી એક-એક દાળ અની મોંધાયો છે..ઘટના મુજબ, મોરવા રેણા ગામના રોહિતવાસ ફળિયામાં રહેતા હિતેન્દ્રકુમાર ચીમનભાઇ ચાવડાને 22 જૂને સવારે 7 વાગ્યે ડેપ્યુટી સરપંચ કિરીટભાઇ બારીઆનો ફોન આવ્યો હતો. તેમણે મૃત ગાય ઉઠાવવાનું કહ્યું, જેની હિતેન્દ્રકુમારે ના પાડી હતી.30 જૂને સવારે 11:30 વાગ્યે હિતેન્દ્રકુમાર મોરવા રેણા પંચાયત ઓફિસ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કિરીટભાઇએ તેમને રોકીને જાતિવાચક શબ્દો બોલ્યા. તેમણે હિતેન્દ્રકુમારના પૂર્વજોનો ઉલ્લેખ કરી અપમાનિત કર્યા અને ઝપાઝપી કરવા લાગ્યા.કિરીટભાઇએ પોતાની ડેપ્યુટી સરપંચની ઓળખ આપીગુનામાં ફસાવી દેવાની ધમકી આપી. તેમણે ઉના કાંડનો ઉલ્લેખ કરી હિતેન્દ્રકુમારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. આ સમયે શૈલેષભાઇ વણકર, મનુભાઈ ચમાર અને અશ્વિનભાઇ ચાવડા ત્યાં આવી પહોંચ્યા અને હિતેન્દ્રકુમારને ઘરે લઈ ગયા.હિતેન્દ્રકુમારે શૈલેષભાઇ વણકર અને અશ્વિનભાઇ ચાવડાને સાક્ષી તરીકે રાખી ડેપ્યુટી સરપંચ કિરીટભાઇ ઉર્ફે ભુરાભાઈ ડાહ્યાભાઈ બારીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.