logo

યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ તળેટીની બહાર પાર્કિંગમાં બે દિવસ સુધી એક ઇનોવા કારનું એન્જીન અને એસી ચાલુ હાલતમાં હતું. જેથી આ અંગે સ્થાનિકોએ પાવાગઢ પોલીસ મથકે જાણ કરી.

AIMA NEWS.પંચમહાલ
તા.૦૧/૦૭/૨૦૨૫
આ દરમિયાન પાવાગઢ પોલીસ સ્ટાફ ઇનોવા પાર્કિંગ કરેલા સ્થળે દોડી ગઈ અને ગાડીમાં ચેક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ગાડીના દરવાજા લોક હોવા ઉપરાંત વિન્ડો ગ્લાસ બ્લેક હોવાથી નરી આંખે કારની અંદરની સ્થિતિ જોઈ શકાય એમ નહતી. જેથી પોલીસે ટેક્નિશિયનની મદદ લઇ ગાડી અનલોક કરાવી. પોલીસ દ્વારા ગાડીમાં તપાસ કરતા યુવક યુવતીના વચ્ચેની સીટમાં મૃ**તદેહ જોવા મળ્યા હતા. જેથી પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી બંને મૃ**તદેહને પીએમ માટે હાલોલ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બીજી તરફ યુવક યુવતીની ઓળખ કરવા પ્રયાસ કરતાં આ બંને હિંમતનગરના આકોદ્રા ગામના હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે બંનેના સ્વજનોનો સંપર્ક કરી જાણ કરી હતી. યુવક આઝાદસિંહ રહેવર 23 વર્ષનો છે અને યુવતી શ્રેયા પ્રજાપતિ 21 વર્ષની હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે પ્રેમ સબંધ હોવાથી તેઓ ઘરેથી ભાગી ગયા હતા. ત્યારબાદ પોતાના પ્રેમ સબંધને સ્વજનો સ્વીકરાશે નહિં એવા ડરથી પાવાગઢ ખાતે આવી ગાડીમાં આ**ત્મહ**ત્યા કરી લીધી છે.

16
3628 views