कोविड केन्द्र का उद्घाटन
એન્કર:-ઉપલેટામા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સાંસદ રમેશ ઘદૂકના હસ્તે કોવિડ સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવ્યું
વિઓ:-રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં લોકોને કોરોનાની સારવાર માટે શહેરથી દૂર રાજકોટ અથવા જૂનાગઢ જવું પડતું હોય જેથી ઉપલેટા તાલુકાના દર્દીઓ ને ઈમરજન્સી માં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય અને શહેરથી દૂર લઈ જતા સમયે અનેક દર્દીઓના મૃત્યુ થઈ જતા હોય આવી તમામ ગંભીર બાબતો ને ધ્યાને લઇ ઉપલેટા નગરપાલિકા સંચાલિત સરકારી કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે તમામ પ્રકારની તૈયારીઓ તેમજ ઓક્સિજન સાથે બેડ ની વ્યવસ્થા કરી આજ રોજ પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ઘદૂક દ્વારા આજે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઓપનિંગ કરવામાં આવ્યું હતું .
ઉપલેટા ખાતે કોવિડ સેન્ટર શરૂ થતાં તાલુકાના લોકોને દૂર સુધી ધકા ખાવામાં રાહત મળી હતી. તેમજ અહીં દાખલ થતાં તમામ કોરોના દર્દીઓ ને સારવાર થી લગાવી જમવાની વ્યવસ્થા તેમજ તમામ પ્રકારની સુવિધાઓ મળી રહ તે માટે આ કોવિડ સેન્ટર પર ઉપલેટા તાલુકા માંથી અલગ અલગ સંસ્થાઓ દ્વારા લાખો રૂપિયાનું દાન પણ આપવામાં આવ્યું છે. આ માટે ઉપલેટા નગર પાલિકા પ્રમુખ મયુરભાઈ સુવા દ્વારા તમામ સેવાકીય સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
બાઈટ:-પ્રવીણભાઈ માકડીયા
બાઈટ:-ડૉ. મેહુલ કનસાગરા
રિપોર્ટ:-કેવલ તન્ના
ઉપલેટા:-------////