logo

સુરતઃ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક વિદ્યાલય, ગોપીપુરા,સુરત આજરોજ તા.28/06/2025 ના

સુરતઃ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત
ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક વિદ્યાલય, ગોપીપુરા,સુરત

આજરોજ તા.28/06/2025 ના રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ‌મહોત્સવ -2025 અંતર્ગત શાળા પ્રવેશોત્સવ
ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રમુખ તરીકે ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા , શાળા વહીવટી સમિતિના સભ્ય શ્રી પ્રશાંત સરૈયા, કોર્પોરેટર શ્રીમતિ રેશ્માબેન લાપસીવાળા , ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના સેક્રેટરી શ્રી કેતનભાઇ લવિંગિયા, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના સભ્યો શ્રી અજય ખડાવાળા, શ્રી જનક જોશી, શ્રી સુકેતુ બુકસેલર, શ્રી કમલેશભાઈ પારેખ, શ્રી ભરતભાઈ પંડિત હાજર રહ્યા હતા.
જેમનું શાળાના આચાર્ય શ્રી કિશોરકુમાર ઠાકોરભાઈ પટેલ દ્વારા પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા.
તથા તમામ અતિથિઓને શાળાના કર્મચારી, અને વિદ્યાર્થીઓએ આવકાર્યા હતા.
આ ઉપરાંત ધોરણ -9 અને ધોરણ -11 ના વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા .
કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ પ્રાર્થના રજૂ કરી કરવામાં આવી હતી.
ત્યારબાદ
ધોરણ 9 ના કુલ 157 વિદ્યાર્થીઓ અને ધોરણ 11ના 75 વિદ્યાર્થીઓને મળીને કુલ 232 વિદ્યાર્થીઓને તિલક કરીને મુખ્ય મહેમાન અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિનામૂલ્યે પાઠ્ય પુસ્તક આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ સાથે ધોરણ 9 થી 12 માં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થીઓને સન્માનપત્ર અને શિલ્ડ આપીને સન્માનિત કર્યા હતા.તેમજ

એસ.એસ.સી. માં એ-વન ગ્રેડ લાવનાર તથા બાહ્ય પરીક્ષાઓમાં સફળતા મેળવેલ તેજસ્વી તારલાઓને અને તેમના વાલીઓને શીલ્ડ તથા નોટબુક અને સન્માન પત્ર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

જ્ઞાન સાધના હેઠળ શિષ્યવૃતિ મેળવનાર બાળકો અને તેમના વાલીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા . વર્ષ દરમિયાન સો ટકા હાજરી આપનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાસ્થ્ય, પર્યાવરણ અને ટેકનોલોજી વિશે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું.
રોડ સલામતી અને પર્યાવરણ બચાવવાની જાગૃતિ માટે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી .


મુખ્ય મહેમાન શ્રીઓ દ્વારા શાળા પરિસર અને ITC લેબની મુલાકાત લેવામા આવી હતી .
તેઓ અમારી ITC લેબ નિહાળીને ખૂબ જ પ્રભાવિત થયા હતા.
વાલી સાથે મીટીંગ યોજવામાં આવી હતી અને શાળા વિશે તથા વોકેશનલ કોર્સ વિશે જાણકારી મેળવી હતી. સમગ્ર કાર્યક્રમને અંતે સાહેબે ખૂબ જ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. સરકારની વિવિધ યોજનાઓ દ્વારા અને વર્તમાન સમયના વૈજ્ઞાનિક સંદર્ભમાં સ્પેસ ટેકનોલોજી તથા ચીપ ટેકનોલોજી ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર ટેકનોલોજી નો વિદ્યાર્થીઓ વધુમાં વધુ ઉપયોગ કરે તથા કેટલાક વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસીસની પરીક્ષાઓ આપીને આગળ વધે તે માટે શિક્ષકોને પણ અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સૌ શિક્ષકોએ તેમજ શાળા પરિવારે ખૂબ જ મહેનત કરી હતી. કાર્યક્રમની પૂર્ણાહુતિ સમૂહમાં રાષ્ટ્રગાન ગાઈને કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
આચાર્ય કિશોરપટેલે સૌ નો આભાર વ્યક્ત કર્યો હતો.

4
28 views