logo

Patan: બોરતવાડા પ્રાથમિક શાળાના ભૂલકાઓના પ્રેવેશોત્સવ સાથે તિથિભોજન અપાયું...

હારીજ તાલુકાના બોરતવાડા ગામે પ્રેવોશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમા બળવાટિકામાં ૨૭ બાળકોને કુમકુમ તિલક કરી પ્રવેશ આપી શૈક્ષણિક કીટ સાથે દફતરબેગ આપી પ્રોત્સાહિત કરાયા હતા.સ્વ વર્ષાબેન માનસિંહભાઈ ચૌધરી ની પુણ્યતિથિ નિમિતે મહેશભાઈ ચૌધરી પાઘડી હોટલ દવારા તમામ બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આઇસીડીએસ રંજનબેન શ્રીમાળી ,અશ્વિનભાઈ પટેલ મહામંત્રી હારીજ તાલુકા ભાજપ,સીઆરસી અશોકભાઈ કટારીયા, પૂર્વ મહામંત્રી જયેન્દ્રસિંહ વાઘેલા,ગામ સરપંચ વનાજી ઠાકોર, મહેશભાઈ ચૌધરી,શાળાના આચાર્ય તથા શિક્ષણગણ, ભલાભાઈ સોલંકી,જવાનજી ઠાકોર, મંગાજી ઠાકોર,અને શાળાનાં વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

3
4625 views