Patan: સમીના મુબારકપુરા ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા જહુ માતાજીના જન્મદિવસની ઉજવણી કરાઈ
પાટણ જીલ્લાના સમી તાલુકાના મુબારકપુરા ગામ ખાતે જહુ માતાજી ના સાનિધ્યમાં સમસ્ત ગ્રામજનો અને જહુ માતાજીના ભુવાજી અને સરપંચ હમીરભાઈ પંચાલ અને ગામના સમસ્ત સમાજ દ્વારા માતાજી નો જન્મદિવસ ઉજવ્યો હતો. સમસ્ત ગ્રામજનો દ્વારા વરઘોડો કાઢી પૂજા આરતી કરી માં જહુ માતાજી ના જન્મ દિવસ નિમિતે ઉજવણી કરી હતી. દરેકે સમાજના અગ્રણીઓ સાથે મળીને વિધિવિધાન પૂર્વક ઉજવણી કરી હતી.આ ઉજવણી દરમિયાન સામાજિક એકતા અને સંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો સંદેશ આપ્યો હતો. માતાજીના જન્મદિવસ નિમિત્તે ઉજવેલા પ્રસંગમાં સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.આ પ્રસંગે ઉજવણી દરમિયાન સાધુ વિષ્ણુદાસ લાલદાસ, માજી ડેલીકેટ વિરાભાઈ દેવસીભાઈ ચૌધરી,સાધુ પંકજકુમાર ત્રિકમદાસ,ભરતભાઈ ગગજીભાઈ પટેલ,જેવતભાઈ હેમરાજ ભાઈ ચૌધરી સહીત ભુવાજી અને ગામના સરપંચ સહિત તમામ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં