logo

૮૭ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી મા આમ આદમી પાર્ટીનો ડંકો વાગ્યો.

તા.૨૩, સોમવાર...
ગઇ‌ તા.૧૯-૦૬-૨૦૨૫ ના રોજ વિધાનસભાની ખાલી પડેલી ૮૭ વિસાવદર ની સીટ માટે પેટા ચુંટણી નું આયોજન હતુ જેમાં ભાજપના ઉમેદવાર તરીકે શ્રી કિરીટભાઇ પટેલ તથા આપ ના ઉમેદવાર શ્રી‌ ગોપાલભાઇ ઇટાલિયા અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે શ્રી નીતિનભાઇ રાણપરીયા નાઓ હતા. જે ચુંટણી બાદ આજરોજ મત ગણતરી થતાં આ ત્રણ પક્ષો માંથી આપ ના ઉમેદવાર શ્રી ગોપાલભાઇ ઇટાલિયા કુલ-૭૫૯૦૬ મત મેળવી ૧૭૫૮૧ ની લીડથી જીત મેળવી હતી. હાલ આપ ના સમર્થકોમાં ગોપાલભાઇ ઇટાલિયા ની જીત નો આનંદ જોવા મળી રહ્યો છે. તેમજ ઠેક ઠેકાણે વિજય સરઘસ કાઢવામાં આવી રહ્યા છે.

112
2606 views