logo

ગટર ની સમસ્યા થી શક્તિનગર 2 અને મારુતિ નગર ના સ્થાનિક રહીશો ત્રસ્ત.

ભુજ.

હજી વરસાદ ની શરૂઆત પણ નથી થઈ તેના પહેલાજ ગટર ની સમસ્યા એ શહેર ને બાન મા લીધું છે,
ભુજ ના પોસ અને વિકસિત એવા શક્તિનગર અને મારુતિ નગર ના મધ્ય માંથી પસાર થતી ગટર ની લાઈન ને આજે 5 દિવસ વીત્યા છતાં પણ તેનો કોઈ નિવેડો નથી આવ્યો આજ ગટર ની લાઈન અવાર નવાર ઉભરાતી હોવાથી રહીશો ડેરા વારંવાર ફરિયાદો કરવામાં આવી છે છતાં પણ આનો કાયમી નિવેડો નઈ આવ્યું.

નવાઈ અને અચરજ પમાડે તેવી વાત તો એ છે કે જ્યાં થી આ ગટર ઉભરાવાની સમસ્યા છે તેની બાજુ માંજ નગર સેવક નો બંગલો આવેલું છે ને થોડીકજ દૂર નગરપાલિકા ના પ્રમુખ નું ઘર પણ છે અને તેજ રસ્તે તે રોજ અવર જ્વર કરે છે તો પણ સુ આ સમસ્યા તેમને નહિ દેખાતી હોય?

કોરોના જેવી બીમારી પાછી દરવાજા ખખડાવી રહી છે ને ત્યાં આવી બીજી બીમારીઓ ગટર સ્વરૂપે લોકો ના ઘર પાસે થી નદી સ્વરૂપે વહી રહી છે, તંત્ર સફાડે જાગે અને આ સમસ્યા માંથી ત્યાં ના રહીશો ને મુક્તિ આપે તેવી માંગ પ્રબળ ઉઠી રહી છે.



137
6477 views