logo

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આજ રોજ ૦૩ (ત્રણ ) દર્દીના કોવીડ-૧૯નો રીપોર્ટ પોઝિટીવ આવેલ છે.

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આજ રોજ ૦૩ દર્દીના કોવીડ-૧૯નો રીપોર્ટ પોઝિટીવ આવેલ છે. જેમાં (૧) ૧૯ વર્ષીય સ્ત્રી, રહેઠાણ-સચીન, જેઓ નર્સીંગ સ્ટુડન્ટછે. હાલમાં હોમ આઇસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર છે. તેઓના નજીકના સંપર્કમાં હોય તેવા પરિવારના ૦૧ વ્યક્તિને હાલમાં કોઈ તકલીફ નથી.(૨) ૩૮ વર્ષીય પુરુષ, રહેઠાણ–ઉમરા ગામ, જેઓ મજુરી કામ કરેછે. તેઓ હાલ હોમ આઇસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર છે. તેઓના નજીકના સંપર્કમાં હોય તેવા પરિવારના ૦૫ વ્યક્તિને હાલમાં કોઈ તકલીફ નથી.(3) ૬૪ વર્ષીય સ્ત્રી, રહેઠાણ-અડાજણ, જેઓ ગૃહિણી છે. તા.૨૯/૦૫/૨૦૨૫ના રોજ તેઓ દેહરાદૂનથી પરત આવેલ છે તેઓ હાલ હોમ આઇસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર છે. તેઓને પ્રેશરની બીમારીછે. સદર દર્દીઓનું સેમ્પલ સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ જીનોમ સિક્વન્સિંગ માટે GBRC, ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ છે. હોમ આઇસોલેશનમાં રહેલ કોવિડપોઝીટીવ દર્દીઓને પાંચ દિવસ માટે હોમ આઇસોલેશનની સલાહ આપવામાં આવી છે.

15
1513 views