logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ઔદ્યોગિક તાલીમ સંસ્થા કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી સુરેન્દ્રનગરની ૪૬મી સાધારણસભા યોજાઈ હતી.

ઔદ્યોગિક તાલીમ સંસ્થા કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી સુરેન્દ્રનગરની ૪૬મી સાધારણસભા યોજાઈ હતી. જેમાં પ્રથમવાર લોગો લોન્ચિંગ,વાર્ષિક અહેવાલ પુસ્તિકા વિમોચન,ભૂતપૂર્વ હોદ્દેદારોનો સન્માન સમારંભ તેમજ સંગીત સંધ્યાનુ આયોજન સુરેન્દ્રનગર આઈટીઆઈ ખાતે રાખવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા આઈટીઆઈ મંડળીના વર્તમાન પ્રમુખ દિપકભાઈ એન રાઠોડ,ઉપપ્રમુખ નરેશભાઈ કે પટેલ,મંત્રી મેહુલભાઈ કે સતાપરા,સહમંત્રી મોહિતભાઈ આર સોલંકી સહિત કારોબારી તેમજ તમામ સભાસદો દ્વારા ભૂતકાળમાં જે હોદ્દેદારોએ પોતાનો સમય,શક્તિ,નાણાં અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી પાયાના પથ્થર બની મંડળીને જીવંત રાખી છે તેવા મંડળીની સ્થાપના ૨૦/૦૯/૧૯૭૯ થી આજદિન સુધીના કુલ ૫૭ પ્રમુખ,ઉપપ્રમુખ,મંત્રી અને સહમંત્રીનુ પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સેવા સન્માન કરવામાં આવ્યું હતુ જેમા ૭થી વઘારે સ્વર્ગસ્થ પરિવારના સભ્યોનું પણ સન્માન કર્યુ હતુ.
સુરેન્દ્રનગર જિલ્લાની આઈટીઆઈના વર્ગ ૨/૩ કર્મચારીઓ માટે ૧૯૭૯મા કર્મચારીઓને આર્થિક તેમજ તાલીમાર્થીઓને સસ્તા ભાવે સ્ટેશનરી મળી રહે તેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો શરુઆતમા ૧૦૦ રુપીયાની બચત અને ૧૦૦૦ રુપાયાની લોનથી મંડળીની શરુઆત થયેલી વર્તમાનમાં સમયમાં આ મંડળી વટવૃક્ષ બની ગઈ છે વર્તમાન સમયમાં જિલ્લાના વર્ગ ૧ થી માંડીને વર્ગ ૪ના તમામ કર્મીઓનો સમાવેશ કરી ફરજીયાત બચત ૨૦૦૦ અને લોન મર્યાદા ૪.૫ લાખ અને ઈમરજન્સી લોન ૫૦ હજાર છે કરી મંડળીનુ કુલ ટર્નઓવર ૨.૫૧ કરોડ થઈ ગયુ છે જે ઐતિહાસિક કામગીરી કરી છે.
આ પ્રસંગે પ્રાદેશિક કચેરી રાજકોટના નાયબ નિયામક કે બી કણઝરીયા,જીલ્લાના નોડલ ક્લાસ ૧ અધિકારી પી કે શાહ,જિલ્લા શિક્ષણાધિકારી એ એમ ઓઝા,જિલ્લા સહકારી મંડળીઓના રજીસ્ટાર કોમલબેન ચૌધરી,બોટાદ આઈટીઆઈના આચાર્ય ડી ડી લાઠીયા,કડી આઈટીઆઈના આચાર્ય ડી એમ સાકરીયા,સુરેન્દ્રનગર આઈટીઆઈના આચાર્ય વી જે મકવાણા,વસ્ત્રાલમાં આરટીઓ ઓફિસર વી બી સાધુ,લિબંડી આઈટીઆઈના આચાર્ય જે એસ વસોયા, થાન આઈટીઆઈના આચાર્ય એસ બી સોલંકી,મહિલા આઈટીઆઈના આચાર્ય ડી ડી જોષી સહિત મોટી સંખ્યામાં ભૂતપૂર્વ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ કે જાદવે કર્યુ હતુ. નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે દિપકકુમાર નારાયણભાઈ રાઠોડ, ઉપપ્રમુખ તરીકે નરેશભાઈ કે પટેલ, મંત્રી તરીકે મેહુલભાઈ કે સતાપરા સહમંત્રી તરીકે મોહિતભાઈ આર સોલંકી ત્રણ વર્ષ માટે ફરીવાર નિમણૂક થઈ છે.

134
4120 views

Comment