logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

નવા ભારતમાં નવી નારી શક્તિનું જાગરણ થયું પહેલા અહલ્યા અને અબક્કા હતી ત્યારે હવે સોફિયા કુરેશી અને વ્યોમિકા સીંઘ ભારતની ઉભરતી તાકાત. – શ્રી નીમેશભાઈ પટેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજારાત દ્વારા આયોજિત શિક્ષા વર્ગનું પાટણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે સમાપન થયું. 17 મે થી ૩૧ મે ૧૫ દિવસ દરમિયાન ૩૬ જીલ્લાના ૨૫૧ શિક્ષાર્થીઓએ લીધું પ્રશિક્ષણ. સંઘ શિક્ષા વર્ગના સમાપન શિક્ષાર્થીઓ પોતાના દૈનિક જીવનમાં સમયના મહત્તમ અને અસરકારક ઉપયોગથી સ્વસ્થ અને સ્વદેશી જીવન પદ્ધતિના પાઠ અંગેનું પણ પ્રશિક્ષણ મેળવ્યા બાદ આજે શિસ્ત, સંયમ, અને વાધ્યો ના તાલે લયબદ્ધ રીતે નીયુધ્ધ, દંડ, યોગ, સમતાના પ્રયોગો પ્રદર્શિત કર્યા.
આ પ્રસંગે મુખ્ય વક્તા ગુજરાત પ્રાંત પ્રચારક શ્રી નિમેશ ભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજનો દિવસે મહારાણી અહલ્યાબાઈ હોલ્કરનો જન્મદિવસ છે. એક સામાન્ય પરિવારની દીકરી ઇન્દોર અને માળવાની મહારાણી બની અને કાશી થી લઈ કન્યાકુમારી સુધી ધર્મની ધ્વજાઓ ફરકતી કરી અને માટે જ આજે પણ કહેવાય છે દેવી અહલ્યાબાઈ પુણ્યશ્લોકા અહલ્યા બાઈ. તેમણે કહ્યું કે ૨૫૧ શિક્ષાર્થીઓની તપસ્યાનું પ્રાત્યક્ષિક આજે સમાજ વચ્ચે મુકાયું છે ત્યારે પ્રત્યેક કુટુંબ પોતાના બાળકો થી લઈ યુવાનો સૌ કોઈ એક કલાક શાખા માટે આપશે તો ચોક્કસ નાગરિક કર્તવ્યના પાઠ શીખશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે ઓપરેશન સિંદૂર માં નવા ભારતના દર્શન વિષે વાત કરતા જણાવ્યું કે ભારત હમેશા નારીશક્તિને વંદન કરતુ આવ્યું છે રાણી લક્ષ્મીબાઈ, અહલ્યાબાઈ અને પોર્ટુગીઝ સામે જંગે ચડનાર મહારાણી અબક્કાનો ઇતિહાસ સૌ જાણે છે પરંતુ નવા ભારતે સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંગની તાકાત પણ જોઈ. આજે આ વર્ગમાં સામાન્ય પરિવારથી લઈ સંપન્ન પરિવારના સૌ કોઈ એક જ છત્ર નીચે શિક્ષા મેળવી છે જે રાષ્ટ્રભાવના, રાષ્ટ્ર સેવા અને સમાજ સેવા માટેની સાધના હતી. અહી પ્રત્યેક શબ્દ થી વિચાર શક્તિ ખીલે છે જે રાષ્ટ્ર્પેમ પ્રગટ કરે છે અને રાષ્ટ્ર પ્રથમ નો ભાવ જાગે છે. જેનાથી સેવાના ભાવ અને મનુષ્યની અંદર સંવેદના જાગે છે. સેવાની આ ભૂમિકા સંઘ શિક્ષા વર્ગમાંથી આવે છે.
તેમણે સ્વામી વિવેકાનંદ ના ધ્યેય વાક્યને પણ યાદ કર્યું હતું ગર્વ સે કહો હમ હિંદુ હે તે વાક્ય આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના ૧૦૦ વર્ષના કાર્ય બાદ આજે સંઘ શક્તિ કલિયુગે દેખાઈ રહ્યું છે. ૧૯૨૫ થી ડો. હેડગેવારે ૨૫ યુવાનો થકી શરુ કરેલી શાખા આજે પાંચ પેઢી બાદ ૧૦૦ વર્ષ પુરા કરી રહી છે. ત્યારે તેના કાર્યો સાર્વજનિક રીતે વિશ્વ ભરમાં સ્વીકૃત બન્યા છે.
તેમણે ભારતની આર્થિક ક્ષમતા માટે સ્વદેશી અપનાવવા અનુરોધ કર્યો સાથે સાથે બંધારણીય કર્તવ્યો જેવાકે નાગરિક ધર્મ પ્રત્યે પ્રત્યેક વ્યક્તિ સભાન બને તો ચોક્કસ ભારત ઉન્નત રાષ્ટ્ર બનશે.

153
11500 views

Comment