PM કંડલા પોર્ટના 532 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે
વડાપ્રધાન આગામી 26મીએ ભુજની મુલાકાત દરમિયાન કંડલા
પોર્ટ (દીનદયાલ પોર્ટ ઓથોરિટી - DPA) ખાતે ₹532 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. આ કાર્યોમાં ₹226 કરોડના ખર્ચે બનેલી નવી ઓઈલ જેટીનો સમાવેશ થાય છે, જે કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં 3.5 મિલિયન મેટ્રિક ટનનો વધારો કરશે અને મોટા જહાજોનું સંચાલન શક્ય બનાવશે. આ ઉપરાંત, ₹6.5 કરોડના ખર્ચે બનેલું હાઈડ્રોજન એક્સેલન્સ સેન્ટર કંડલાને વૈશ્વિક હાઈડ્રોજન હબ બનાવવામાં મદદ કરશે. અન્ય મુખ્ય પ્રોજેક્ટ્સમાં ₹77 કરોડના કાર્ગો જેટી વિસ્તારમાં ડોમ શેપ ગોડાઉન અને ₹75 કરોડનો આદિપુરથી NH 141 સુધીનો ફોર લેન રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જે પોર્ટના આર્થિક વિકાસને વધુ ગતિશીલ બનાવશે.