logo

મુળી તાલુકા પંચાયત છે કે કોઈની વારસાઈમાં મળેલી પેઢી?

મુળી તાલુકા પંચાયત છે કે કોઈની વારસાઈમાં મળેલી પેઢી?

અધિકારીઓને લાંચન લાગે એવું કામ અમુક અધિકારીઓ કરી રહ્યાછે સાથે જ ગુંડા મવાલીઓની ભાષા અધિકારીઓ બોલી રહ્યા છે. સામાન્ય લોકોની વાત સાંભળવામાં આવતી નથી.

વર્ષોથી પૂર્વજોની પેઢી હોય એવી રીતે અમુક નેતાઓનો અડ્ડો તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ બની છે.

આજરોજ રાજુભાઈ કરપડા ટીમ સાથે રજૂઆત કરવા પહોંચેલા, આક્રમકતાથી રજૂઆત થઈ અને અધિકારીઓને ઓકાતનું ભાન કરાવવામાં આવ્યું. ટીડીઓએ પોતે કરેલા વાણીવિલાસ મુદ્દે માફી માંગી છે અને ભ્રષ્ટાચાર ની અરજીઓ થઈ છે એ મુદ્દે તાત્કાલિક રિપોર્ટ કરવાની બાહેધરી આપી છે.

આ તકે ખાસ કરીને અમૃતભાઈ મકવાણા સહિત તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ફરી ક્યારેય પણ જો સામાન્ય માણસ સાથે કોઈપણ અધિકારી દ્વારા ગેરવર્તન કરવામાં આવશે તો બધી જ તૈયારી સાથે લડાઈ લડવામાં આવશે. રાજુભાઈ કરપડા

13
332 views
1 comment  
  • Bhaskarbhai Kanubhai Patel

    👍 👍 great