એક જ રાતમાં શેરખીની અવધ સોસાયટીના બે મકાનના તાળા તૂટયા –
શેરખી રોડ પર આવેલી અવધ સોસાયટીના બે મકાનના તાળા એક જ રાતમાં તોડીને ચોર ટોળકીએ હાહાકાર મચાવ્યો છે.
શહેર નજીકના કોયલી શેરખી રોડ પર અવધ વિહાર સોસાયટીમાં રહેતા વિનય પોપટભાઇ ગોર જી.એસ.એફ.સી.માં નોકરી કરે છે.
ગત 9મી તારીખે તેઓ મકાનને તાળું મારીને નાઇટ ડયૂટી પર ગયા હતા. તે દરમિયાન તેઓના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી રોકડા 40 હજાર, સોના - ચાંદીના દાગીનાની ચોરી ગઇ હતી. તેમની સોસાયટીમાં રહેતા સંજયભાઇ અમરસિંહ સોલંકીના મકાનના તાળા પણ તૂટયા હતા.
તેઓએ ઘરે આવીને તપાસ કરતા તેમના ઘરમાંથી રોકડા 57 હજારની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું.
ચોર ટોળકી બે મકાનમાંથી કુલ 1.27 લાખની મતા ચોરી ગઇ હતી.