ઉત્તરસંડા ગામના હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા
નડિયાદ ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ કોર્ટનો ચૂકાદો આરોપીને 5 હજારનો દંડ : બોલાચાલીમાં મામલો બિચક્તા છરીથી યુવક પર હુમલો કર્યો હતો નડિયાદ : નડિયાદના ઉત્તરસંડા ગામે યુવકની હત્યા કેસમાં નડિયાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને પાંચ હજારનો દંડનો આદેશ કર્યો છે. ઉત્તરસંડા કૃષ્ણનગરી ખારા કુવા પાસે રહેતા સમીર ભીખા વ્હોરાને પોતાની પત્ની હીનાબહેન સાથે તા. ૧૨ એપ્રિલ ૨૦૨૩ના રોજ બોલાચાલી થઇ હતી. હીના બહેન સમીરભાઇની બોરસદમાં પરણાવેલી બહેન વિશે ગમે તેમ બોલતો હતો.મૃતક શરીફ ઉર્ફે મુસા ભીખાબાઇ વ્હોરા( ઉ.વ. ૨૨) પોતાની ભાભી હિનાબહેનને આરોપી રેહાનના ઘરે પોતાની બહેન વિશે જેમ તેમ ન બોલવા સમજાવવા માટે ગયો હતો.આરોપી રેહાન અને તેની માતા રશીદા ઉર્ફે મુની બહેને શરીફ ઉર્ફે મુસા સાથે ઝગડો કર્યો હતો. આ ઝઘડામાં રેશા ઉર્ફે મહમદ રેહાન રફીક વ્હોરાએ શરીફ ઉર્ફે મુસા ભીખાભાઇ વ્હોરાને છરો મારતા ઢળી પડયો હતો.નડિયાદ સિવિલમાં લઇ જતા ડોક્ટરે શરીફ ઉર્ફે મુસો વ્હોરાને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના બાઇ શરીફ ઉર્ફે મુસાના ભાઇ સમીરે ચકલાસી પોલીસ સ્ટેશનમાં રેહાન ઉર્ફે મહમદ રેહાન રફિકભાઇ વોરા સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે કોર્ટમાં કેસ ચાલી જતા ૨૫ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.સરકારી વકીલની દલીલો અને પુરાવાના આધારે નડિયાર એડિશનલ ડિસ્ટ્રીક્ટ અને સેશન્ક કોર્ટના જજ એમ.એલ.શેખે આરોપી રેહાન ઉર્ફે મહંમદ રેહાન રફીકભાઈ ગુલામ રસુલ વોરાને આજીવન કેદની સજાનો આદેશ કર્યો છે.