logo

*રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર, પ્રતિભા અકેડેમી, અને વાડો કાઈ-ડો કરાટે અકેડેમી, દ્વારા મધર્સ ડે નિમિત્તે સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*

રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર, પ્રતિભા અકેડેમી અને વાડો કાઈ-ડો કરાટે અકેડેમી,
દ્વારા આદર્શ નિવાસી કન્યાશાળા સેક્ટર 8 ગાંધીનગર ખાતે મધર્સ ડે નિમિત્ત સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આજના આ કાર્યક્રમમાં અંદાજે 20 થી 25 માતાઓ અને બહેનો એ ભાગ લીધેલ હતો. જેઓને, પ્રતિભા અકેડેમી, વાડો કાઈ-ડો કરાટે અકેડેમીના સભ્યો દ્વારા, સેલ્ફ ડિફેન્સની પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી. તાલીમ બાદ ભાગ લેનાર મહિલાઓમાંથી બે મહિલાઓ દ્વારા મેળવેલ તાલીમનું આબેહૂબ નિર્દેશન પણ કરી બતાવવામાં આવ્યું. જેને તાલીમમાં ભાગ લેનાર, ઉપસ્થિત
તમામ માતાઓ, બહેનો તથા રોટેરિયનો દ્વારા તાળીઓના ગડગડાટ થી વધાવી લેવામાં આવેલ. ભાગ લેનાર દરેક બહેનોને રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. આમ આજના મધર્સ ડે ને સાર્થક રીતે આદર્શ નિવાસી કન્યા શાળા, સેક્ટર-8 ખાતે ઉજવવામાં આવ્યો. કાર્યક્રમની સમાપ્તિ બાદ બહેનો અને માતાઓ દ્વારા કેક કાપીને મધર્સ ડે નું સેલિબ્રેશન કરવામાં આવ્યું. આજના આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન જયશ્રીબેન દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન કરવામાં આવ્યું.

9
4336 views