logo

ખેડબ્રહ્મા હાઈવે પર હિંગટિયા નજીક ગમખ્વાર અકસ્માત: ૭નાં મોત, ૧૪ ઘાયલ અંબાજી-ખેડબ્રહ્મા હાઈવે પર હિંગટિયા ગામ નજીક બસ,

ખેડબ્રહ્મા હાઈવે પર હિંગટિયા નજીક ગમખ્વાર અકસ્માત: ૭નાં મોત, ૧૪ ઘાયલ

અંબાજી-ખેડબ્રહ્મા હાઈવે પર હિંગટિયા ગામ નજીક બસ, જીપ અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં ૭ મુસાફરોનું કરુણ મૃત્યુ થયું છે અને ૧૪થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ દુઃખદ ઘટનાને લઈને આજે રમિલાબેન બારાએ મીઠીવેડી, નાડા, ટેબડા, બુબડીયા ના છાપરા અને ચંગોદ ગામના શોકમગ્ન પરિવારજનોની મુલાકાત લઈને એમને શાંત્વના આપી. તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહેલું કે, "ચિરંજીવી આત્માઓને ભગવાન એના ચરણોમાં સ્થાન આપે એવી દિલથી પ્રાર્થના છે."

મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી સહાય મળે અને ઈજાગ્રસ્તોને યોગ્ય તબીબી સારવાર મળે એ માટે કલેક્ટર સાહેબ દ્વારા રાજ્ય સરકારને ધોરણસરની દરખાસ્ત મોકલવા સૂચના આપવામાં આવી છે. સાથે જ આગેવાનો વડે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને રજુઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે તલુકા અને જિલ્લા સ્તરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં રામાભાઈ તરાલ (પ્રમુખ, તાલુકા પંચાયત ખેડબ્રહ્મા), સોનલબેન સોલંકી (જિલ્લા પંચાયત સભ્ય), કમલ મકવાણા (ઉપપ્રમુખ, તાલુકા પંચાયત પોશીના), હિતેષ પટેલ, બ્રિજેશ બારોટ, કલ્પેશ પારગી, હિતેન્દ્રસિંહ ચૌહાણ, રૂમાલ ધ્રાંગી, બકા ભાઈ મકવાણા, ભાડુ ભાઈ મકવાણા અને લાધુભાઈ પરમાર વગેરેનો સમાવેશ થાય છે.

4
66 views