logo

શેલ્બી હોસ્પિટલ નરોડા અને રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર દ્વારા આયોજિત મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થ ચેકઅપ કેમ્પ આજરોજ ગાંધીનગરની હોટેલ પ્રોમિનન્ટ ખાતે યોજાઈ ગયો.

ગાંધીનગરની હોટલ પ્રોમિનન્ટ ખાતે, શેલ્બી હોસ્પિટલ નરોડા અને રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર દ્વારા આયોજિત મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થ ચેકઅપ કેમ્પ આજરોજ યોજાઈ ગયો. આ મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થ ચેકઅપ કેમ્પમાં ગાંધીનગરના કુડાસણ વિસ્તાર આસપાસના અંદાજે 100 થી વધુ નાગરિકો કે જેમાં મોટાભાગના સિનિયર સિટીઝન્સ, હેલ્થ ચેકઅપ માટે ઉપસ્થિત રહ્યા હતા. જેઓને આ મેડિકલ કેમ્પમાં હાજર એવા, શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, નરોડાના વિવિધ ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટરો દ્વારા તેઓનું મેડિકલ ચેકઅપ કરી અને કન્સલ્ટિંગ સેવાઓ પૂરી પાડવામાં આવેલ હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગરના રોટેરીયન સભ્યો ઉપરાંત, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ભાજપ મહામંત્રી ગૌરાંગભાઈ પટેલ, ગાંધીનગર શહેર મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર મહા નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, ગાંધીનગર મહા નગરપાલિકાના દંડક સેજલબેન પરમાર તેમજ અન્ય અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર વિજય ઠક્કર ગાંધીનગર

40
4360 views