logo

દેશની ખુફિયા એજન્સીઓ સુ કરી રહી છે? ચાંડોળા તળાવ પાસે વસ્યુ મીની બાગલા દેશ?

દેશની ખુફિયા એજન્સીઓ સુ કરી રહી છે? ચંડોળા તળાવ પાસે વસ્યુ મીની બાગલા દેશ?ભારત સરકાર અને ગુજરાત સરકાર ઉપર ગંભીર સવાલો?

લલ્લા બિહારી, જેને ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરોના આશ્રયદાતા તરીકે ઓળખવામાં આવે છે, તેની સંડોવણી અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો અને ઘૂસણખોરીના કૌભાંડમાં જોવા મળી છે.

• આ કૌભાંડની મુખ્ય વિગતો નીચે મુજબ છે

ગેરકાયદે બાંધકામો અને "મિની બાંગ્લાદેશ"લલ્લા બિહારીએ ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે આશ્રયની વ્યવસ્થા કરી અને આ વિસ્તારને "મિની બાંગ્લાદેશ" તરીકે ઓળખાવ્યો. 2010થી 2025 દરમિયાન, આ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો વધ્યા, જેના કારણે તળાવની હરિયાળી અને પાણી સંગ્રહ ક્ષમતા પર અસર થઈ.ઘણા દાયકાઓ થી ગુજરાત માં ભારતીય જનતા પાટી શાસન માં છે. સરકાર ની છત્ર છાયા માં અમદાવાદ માં મીની બાગલા દેશ બનીયુ હોય એવું લાગી રહીયુ છે. આટલા સમયથી બાગલા દેશી ઓ ગેરકાનુંનિક રીતે ભારત માં ધૂસી ને અમદાવાદ માં આવીને ગેરકાનુંનીક રીતે આંખે આખુ ગામજ વસાવી લેય છે તેમ છતાંય ભારત સરકાર અને ગુજરાત સરકાર ની નાક નીચે વસંયુ મીની બાગલા દેશ સવાલ એ છે આટલી આસાનીથી ભારત માં વિદેશીઓ આસાની થી ધૂસીને ગેરકાનૂનીક ગામ પણ વસાવી લેય છે ભારત દેશ ની ખુફિયા એજન્સી ઓ સુ કરી રહી છે. વિરોધ પક્ષ ના નેતાઓ ઉપર રેડો કરવી સામાન્ય જનતા નો અવાજ દબાવી દેવો આટલી આસાની થી આટલી મોટી સંખ્યા માં બાગલાદેશી ભારત માં ધૂસી સકતા હોય તો આસાની થી આતંકવાડીઓ પણ ધૂસી સકતા હશે ભારત સરકાર સુ કરી રહી છે વચનો મોટા મોટા આપવા કેમ કહી શકાય દેશ સુરક્ષીત હાથો માં છે? બધીજ ગેર પ્રવુતિઓ અમદાવાદ એ ચંદોળા તળાવ પાસે વસેલું મીની બાગલા દેશમાં થતી હતી.

• ધરપકડ અને તપાસ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો અને તેના પુત્ર ફતેહ મોહંમદની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે લલ્લાના ઘરોમાંથી નાણાં ગણવાનું મશીન, ભાડા કરારો, મકાનોના દસ્તાવેજો, મોટી રોકડ રકમ અને સોનાના દાગીના જપ્ત કર્યા. આ ઉપરાંત, 200 જેટલા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી.

• રાજકીય સંડોવણી

તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે બે જાણીતા રાજકારણીઓના સત્તાવાર લેટરપેડનો ઉપયોગ ઘૂસણખોરો માટે આધાર કાર્ડ બનાવવામાં કરવામાં આવ્યો હતો. આમાંથી એક રાજકારણી મૂળ બિહારનો હોવાનું અને અમદાવાદમાં સ્થાયી થયેલો હોવાનું જાણવા મળ્યું.

• કોર્ટ કાર્યવાહી

તંત્રએ ડ્રગ્સ આતંકવાદ મનીલોન્ડરિંગ નહીં માત્ર લલ્લા બિહારી દુવારા બનાવી આપેલ ફરજી દસ્તાવેજ માટેના રિમાન્ડમાંગવા માં આવેલ હતા જેમાં લલ્લા બિહારી ને 3 મે, 2025ના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને તેને 6 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો.કોન છે આ રાજકારણી દેશ વિરોધી નેતા એ જોવાનું રહીયુ?

• અસર અને વિરોધ

આ કૌભાંડે અમદાવાદમાં ગેરકાયદે ઘૂસણખોરી સામે આક્રમક અભિયાનને વેગ આપ્યો. ચંડોળા તળાવ પાસેની 2000થી વધુ ગેરકાયદે બસ્તીઓને ધ્વસ્ત કરવામાં આવી.લલ્લા બિહારીએ ચંડોળા તળાવ વિસ્તારમાં એક મસમોટું ગેરકાયદે સામ્રાજ્ય ઉભું કર્યું હતું, જેમાં તે બાંગ્લાદેશી ઘૂસણખોરોને મદદ પૂરી પાડતો હતો. આ કૌભાંડે સ્થાનિક વહીવટ અને રાજકીય સ્તરે પણ મોટો વિવાદ સર્જ્યો છે.

22
2022 views