મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વડોદરામાં મહાનગરપાલિકાના ₹1156 કરોડના જનસુખાકારી અને જનસુવિધાના વિવિધ 86 વિકાસ પ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વડોદરામાં મહાનગરપાલિકાના ₹1156 કરોડના જનસુખાકારી અને જનસુવિધાના વિવિધ 86 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વડોદરા વિકાસના નવા આયામો સર કરી રહ્યું હોવાનું જણાવતા કહ્યું હતું કે,દિલ્હી-મુંબઈ ગ્રીન એક્સપ્રેસ વે તથા અમદાવાદ-મુંબઇ બૂલેટ ટ્રેન વડોદરામાંથી પસાર થવાના છે. આ ઉપરાંત, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સ્પેનની ભાગીદારીથી અહીં સી-295 એરક્રાફ્ટ ઉત્પાદન એકમ શરૂ કરવામાં આવ્યું છે, જે વડોદરાને વિશ્વના એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ નકશા ઉપર અંકિત કરે છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વર્ષ 2025થી 2035ના દાયકાને ઉત્કર્ષ ગુજરાત હિરક જયંતી મહોત્સવ તરીકે ઉજવવાનો રોડ મેપ તૈયાર કર્યો છે. તેમણે વર્ષ 2047માં દેશની આઝાદીની શતાબ્દી સુધીના કર્તવ્યકાળમાં ગુજરાતને સર્વાંગી વિકાસમાં અગ્રેસર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.