logo

*હજ યાત્રા માટે જનાર પરિવારનું બોરીયા ગામના સોનારા સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું* [જાતિવાદ અને નફરત ફેલાવનારને જન

*હજ યાત્રા માટે જનાર પરિવારનું બોરીયા ગામના સોનારા સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું*

[જાતિવાદ અને નફરત ફેલાવનારને જનતાનો જોરદાર તમાચો]

પેટલાદ તાલુકાના બોરીયા ગામના સોનારા સમાજ દ્વારા બોરસદ તાલુકાના નાપા ગામના પ્યારાભાઈ રાણા પ્યારા મામા થી ઓળખાતા તેઓનું બોરીયા ગામના સોનારા સમાજ દ્વારા સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના લોકો સહિત આગેવાનો પણ જોડાયા હતા અને કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું આજે જ્યારે દેશમાં કોમી તનાવ વધી રહ્યો છે, ત્યારે આ ગામમાં હિંદુ-મુસ્લિમ એકતાની મિસાલ જોવા મળી છે.

આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે આજના સમયમાં જ્યારે ધર્મના નામે વિવાદો થઈ રહ્યા છે, ત્યારે આવા પ્રસંગો સમાજ માટે પ્રેરણારૂપ છે અને કોમી એકતાનો સંદેશ આપે છે.

હાલમાં જે રીતે કેટલાક તત્વો સમાજમાં જાતિવાદ અને નફરત ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તે અત્યંત નિંદનીય છે. પરંતુ દેશભરમાં જાગૃત નાગરિકોએ માનવતા, બંધુત્વ અને સંવિધાનિક મૂલ્યો માટે એકતા બતાવી છે. સંસ્કારોથી ચાલતા આ સમાજે સંદેશો આપ્યો છે કે ઘૃણા સાથે દેશ આગળ વધતો નથી – પ્રેમ અને એકતા જ અમારો સાચો રસ્તો છે : સંજયભાઈ સોનારા

1
273 views