logo

થરાદ તાલુકાના ભાપડી પ્રા. શાળા માં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ નુ વિદાય કાર્યક્રમ યોજાયો

થરાદ તાલુકાના ભાપડી પ્રા શાળા માં ધોરણ 8 નો વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો .કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. શાળા ના શિક્ષકો દ્વારા વિદ્યાર્થી ઓ ને આગળ અભ્યાસ માટે કારકિર્દી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ પટેલ માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી દશરથભાઈ દરજી.વામી પે.સેન્ટર ના સી.આર.સી. શ્રી દશરથભાઈ જોશી શાળા ના સ્ટાફ મિત્રો વખતાભાઈ. માવજીભાઈ દશરથભાઈ અબુભાઈ પીરાભાઈ. અશોકભાઈ. બળદેવભાઈ. તેમજ વાલીઓએ હાજર રહ્યા હતા. ત્યાર બાદ સ્ટાફ મિત્રો દ્વારા બધા વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ ખવડાવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી

80
7208 views