
ઉપલેટાના વોર્ડ નં.8 ના ખરાબ રસ્તાઓને લઇ સ્થાનિકો પરેશાન
નગરપાલિકા ને રજૂઆતો કરવા છતાં રસ્તાઓ બનતા ન હોવાના સ્થાનિકો દ્વાર કરાયા આક્ષેપ
ઉપલેટાના વોર્ડ નં.8 ના ખરાબ રસ્તાઓને લઇ સ્થાનિકો પરેશાન
નગરપાલિકા ને રજૂઆતો કરવા છતાં રસ્તાઓ બનતા ન હોવાના સ્થાનિકો દ્વાર કરાયા આક્ષેપ
રાજકોટ જીલ્લાના ઉપલેટા વોર્ડ નં.8 મા આવેલ રબારી વાસ પાસેના અતી બિસ્માર રસ્તાઓને લઇ સ્થાનિકો વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છે ઘણા વર્ષોથી આ રસ્તાઓ જેમના તેમ જ છે જ્યારે ચોમાસાની સીઝનમાં તો આ રસ્તાઓ પર એક બે ફૂટ સુધી પાણી ભરાઈ જતાં હૉય છે જ્યાંથી લોકોની અને વાહન ચાલકોની અવર જવર બિલકુલ બંધ થઈ જતી હૉય છે. ઘણી વાર વાહન ચાલકો પણ બાઈક પર જતા સ્લીપ થાય છે અને ઈજાઓ પામે છે.
સ્થાનિકોના કહેવા મુજબ આ ભંગાર રસ્તાઓને લઇ અનેકવાર રજૂઆતો કરવમાં આવી છે છતાં બીજા વિસ્તારોમાં રોડ રસ્તાઓ બને છે પણ આ વિસ્તારના રોડ વર્ષો સુધી હજી જેમના તેમજ છે. પણ હજુ કોઇ નિકાલ કરવમાં આવ્યો નથી.ત્યારે ફરી એક વાર સ્થાનિક લોકો દ્વાર મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી અને હવે વહેલી તકે ખરાબ રસ્તાઓ તાત્કાલીક રીપેર કરવા માંગણી કરી હતી વોડ નંબર 8 સુધરાઈ સભીઓ કોંગ્રેસ માંથી ચૂંટાઈ અને કોંગ્રેસ ના સભીયો નો વિરોદ કરે છે હાજાભાઈ રબારી
રીપોર્ટર અમીર પઠાણ ઉપલેટા