Patan | પોષણ પખવાડિયું-2025: પાટણ જિલ્લો પાટણ જિલ્લામાં પોષણ પખવાડાની ઉજવણી
આઇસીડીએસ શાખા પાટણ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પોષણ જાગૃતિનો સંદેશો અપાયોરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા 7માં પોષણ પખવાડા-2025ની ઉજવણી પાટણ જિલ્લામાં ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના નિર્ધારિત થીમ મુજબ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દ્વારા 8 માર્ચ 2018 ના રોજ પોષણ અભિયાનનું રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવેલ. જે અંતર્ગત મહિલા બાળ વિકાસ મંત્રાલય દ્વારા માર્ચ-એપ્રિલ માસમાં જન જાગૃતિ માટે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આઈસીડીએસ શાખા પાટણ દ્વારા સાતમા પોષણ પખવાડાની તારીખ 8 થી 22 એપ્રિલ સુધીની ઉજવણી દરમિયાન વિવિધ શાખાઓને આવરી લઈ થીમ આધારિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. પોષણ પખવાડા અંતર્ગત આઈ.સી.ડી.એસ શાખા પાટણ જિલ્લાની આંગણવાડીઓમા ઊજવણીના ભાગ રૂપે આંગણવાડી કાર્યકર બહેનો અને મુખ્ય સેવિકા બહેનો દ્વારા પદયાત્રા તથા સાઈકલ રેલી યોજીને પોષણ જાગૃતિ અંગે સંદેશો આપ્યો હતો.