logo

પાટણ જિલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ આચરવાની પ્રવૃત્તિ કરતા ઈસમને પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ જુનાગઢ ખાતે મોકલી આપતી એલ.સી.બી.પાટણ

પાટણ પોલીસ શ્રી વી.કે.નાયી પોલીસ અધિક્ષક પાટણનાઓએ પાટણ જિલ્લામાં મિલ્કત સંબંધીત ગુનાઓ આચરવાની ટેવવાળા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા કરેલ સુચના આધારે આવા ગુના આચરતા ઇસમ ભયજનક વ્યક્તિ શાહરૂખ હુસેનભાઈ મીરખાન ભટ્ટી (સિન્ધી-ડફેર) ઉ.વ.૨૮ રહે.રાણીસર નહેરની પાછળ તા.સાંતલપુર જી.પાટણવાળા વિરુધ્ધમાં તેનો ગુનાહિત ઈતિહાસ ચકાસી તે ગુનાઓ આધારે પી.સી.સી. સેલ એલ.સી.બી પાટણ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પાટણ નાઓએ શાહરૂખ હુસેનભાઈ મીરખાન ભટ્ટી (સિન્ધી-ડફેર) નાને પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ જુનાગઢ ખાતે મોકલી આપવા હુકમ કરેલ હોઈ જે હુકમ આધારે પોલીસ અધિક્ષકશ્રી, પાટણ નાઓએ અટકાયતીને શોધી કાઢવા કરેલ સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પો.ઇન્સ એલ.સી.બી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પાટણના અધિકારી/કર્મચારીઓ દ્વારા અટકાયતીને શોધી પકડી લાવી મધ્યસ્થ જેલ જુનાગઢ ખાતે મોકલી આપવા સારૂ પાટણ તાલુકા પો. સ્ટે. સોંપી જેલ હવાલે કરવા તજવીજ કરેલ છે.

0
2469 views