logo

ભવ્ય સંવિધાન રેલીનું આયોજન કરાયું ગોધરા શહેર ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ ઉજવાઇ

AIMA NEWS :- વણકર રાજેશ પંચમહાલ
ગોધરા શહેર ખાતે તા.14 એપ્રિલ ભારત રત્ન અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૪૩મી જન્મ જયંતિ નિમિત્તે ગોધરા ખાતે ભવ્ય સંવિધાન રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં ગોધરા શહેર સહિત આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. અને આ સંવિધાન રેલીનું આરંભ ગોધરા સર્કિટ હાઉસ નજીક આવેલી ડૉ.આંબેડકરની પ્રતિમાથી કરવામાં આવ્યો હતો.જે રેલી નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી જેમાં સિવિલ હોસ્પિટલ પાજળાપુર, સાવલીવાડ, રાણી મસ્જિદ, પોલન બજાર, ગીદવાણી રોડ અને બસ સ્ટેન્ડ થઈ અંતે રેલી શહેરના શિવશક્તિ નગર ખાતે પૂર્ણાહુતિ સાથે સમાપ્ત થઈ હતી. વિશેષ વાત એ રહી કે, આ રેલી દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા વિવિધ સ્થળોએ ઉમંગપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. અને જે સામાજિક એકતા અને ભાઈચારા માટે એક સુંદર સંદેશરૂપ સાબિત કરવામાં આવ્યું. આ રેલી સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી.

0
57 views