"જ્ઞાન, સમાનતા અને બંધારણના શિલ્પી બાબા સાહેબને શ્રદ્ધાંજલિ – દેશભરમાં ઉજવાઈ રહી છે અંબેડકર જયંતી"
આજનો દિવસ દેશભરમાં અત્યંત આદર અને આનંદપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે કારણ કે આજે છે ભારતના બંધારણના રચયિતા, મહાન વિચારક અને સમાજસુધારક બાબા સાહેબ ડૉ. ભીમરાવ અંબેડકરજીની 134મી જન્મજયંતિ
શાળાઓ, મહાવિદ્યાલયો તથા સરકારી અને ખાનગી સંસ્થાઓમાં ખાસ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે, લોકો બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે, રેલીઓ કાઢી રહ્યા છે અને તેમના વિચારોને લોકો સુધી પહોંચાડી રહ્યા છે.
બાબા સાહેબે પોતાના જીવન દ્વારા દેશને બંધારણ આપ્યું અને દલિતો, પછાતો અને વંચિતો માટે સમાન અધિકારોની લડત લડી તેઓએ સમાજમાં શિક્ષા, ન્યાય અને સમાનતાના પાયા મુકી આપ્યા.
આ અવસરે આપણે બાબા સાહેબના વિચારોને યાદ કરી એ દિશામાં પગલાં ભરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ કે જ્યાં દરેક વ્યક્તિને અધિકાર, ઈજ્જત અને તકો મળે.