logo

બાળલગ્ન અટકાયત આપણી સામાજિક જવાબદારી


બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ ગુનો બને છે. અને સામાજિક દુષણ પણ છે. બાળ લગ્નને મદદ કરનાર અથવા બાળલગ્નનું સંચાલન કે લગ્નવિધિમાં ભાગ લેનાર તમામ અપરાધી ગણાય છે. કાયદા અંતર્ગત અપરાધીને બે વર્ષ સુધીની સખત કેદ અથવા ૧ લાખ સુધીનો દંડ અથવા સજા બંને હોઇ શકે છે. તેની બાળલગ્ન અટકાવવા જરૂરી છે. તેમજ આપના વિસ્તારમાં/ગામમાં કે મહોલ્લામાં બાળલગ્ન થતા જોવા મળે તો સામાજીક જવાબદારી સમજી આવા બાળલગ્ન અટકાવવા માટે સમાજસેવાના ભાગરૂપે કચેરીને જાણ કરવા અપીલ કરવામાં આવે છે.
ફરિયાદ કોને કરી શકાય ? - બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા
અધિકારી, બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જુનાથાણા, નવસારી ફોન નંબર (૦૨૬૩૭)૨૩૨૪૪૦, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, જીલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, બ્લોક-સી, પહેલા માળે, જુનાથાણા, નવસારી ફોન નંબર (૦૨૬૩૭)૨૮૧૪૪૦, ચાઇલ્ડ હેલ્પલાઈન-૧૦૯૮ ટોલ ફ્રી નંબર, કોલ નંબર-૧૦૦ પોલીસ, કોલ ૧૮૧- અભયમ , જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નવસારી ૮૮૬૬૩૫૩૦૩૬ ,સુરક્ષા અધિકારી ૯૮૨૪૮૮૨૯૮૦ કાનૂની સહ પ્રોબેશન અધિકારી ૯૯૦૪૯૩૩૪૩૩ નો સંપર્ક કરવા બાળલગ્ન પ્રતિબંધક કમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, નવસારી દ્વારા જણાવાયું છે.
૦૦૦

0
5 views