logo

Svit ખાતે ફિઝીકલ ફિટનેસ અવેરનેસ ફોર યુથ કાર્યક્રમ નું આયોજન સંપન્ન

SVIT ખાતે ફિઝિકલ ફિટનેસ અવેરનેસ ફોર યુથ કાર્યક્રમનું આયોજન કરાયું
-
ભારત દ્વારા NSS સાથે મળી સમગ્ર દેશમાં યુવાનોની ફિટનેસ માટે કાર્યક્રમમાં યોજવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે SVIT NSS યુનિટ દ્વારા ફિઝિકલ ફિટનેસ અવેરનેસ ફોર યુથ કાર્યક્રમમાં યુવાનોનુ ફિટનેસ ટેસ્ટ લેવામાં આવ્યું હતું. SVIT NSS યુનિટ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટસ, ડિપાર્ટમેન્ટ ઓફ યુથ અફેર્સ દ્વારા યુવાનોને ફિટનેસનું મહત્વ જણાવી ફિટનેસ માટેની યોગ્ય કસરતો, યોગ, પ્રાણાયામ અને વિવિધ રમતોની જાણકારી આપવામાં આવી હતી.
શરીરના વિવિધ કમ્પોનન્ટના મૂલ્યાંકન કરવા માટે બાલ ઉમંગ દ્રશ્ય સંસ્થા ( BUDS) દ્વારા નિર્ધારિત 9 ટેસ્ટ લેવામાં આવ્યા હતા. માય ભારતનો આ કાર્યક્રમ માય ભારતના અને એનએસએસના વોલેન્ટિયર દ્વારા આયોજીત કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આવનાર સમયમાં યુવાનો પોતાની ફિટનેસ માટે સજાગ રહે, તેમને પુરું માર્ગદર્શન મળી રહે અને ફીટ યુવા ભારતનું નિર્માણ થાય તે હેતુથી આ કાર્યક્રમ આગળ વધી રહ્યું છે. સમસ્ત એસ.વી.આઇ.ટી પરિવાર તરફથી યુવાનોના સ્વાસ્થ્ય અને તેમની ફિટનેસ માટે આ કાર્યક્રમને બિરદાવવામાં આવ્યા હતા.
૦૦૦૦

65
4132 views