logo

ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને "સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન" દ્વારા આયોજિત ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા –

ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને "સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન" દ્વારા આયોજિત ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા – 2025’ ના વિજેતાઓને આજે ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં સન્માનિત કર્યા.

આ સ્પર્ધાના માધ્યમથી યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિના સનાતન મૂલ્યોના આચરણ માટે જાગૃત કરવાનો અદ્‌ભુત પ્રયાસ કરવામાં આવ્યો છે, જેને હું બિરદાવું છું.

આ સ્પર્ધામાં 750 કોલેજોના 15,000 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યુવા પેઢીમાં સંસ્કૃતિ અને મૂલ્યો પ્રત્યેની આ જાગૃતિ ઘણી ઉત્સાહવર્ધક છે.

ગુજરાત સરકાર હંમેશાં શીલ, સંસ્કૃતિ અને સદાચાર રક્ષાના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ છે. આ સ્પર્ધા તેનું જ એક ઉત્તમ ઉદાહરણ છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે કે કોઈપણ પોલિટીકલ બેકગ્રાઉન્ડ ન હોય તેવા 1 લાખ યુવાનો રાજકારણમાં આવે અને દેશના વિકાસમાં સક્રિયપણે ભાગ લે. તેઓશ્રીના વિઝનને સાકાર કરવા યુવાનોને તૈયાર કરવામાં આ સ્પર્ધા જેવા પ્રયાસો મહત્ત્વની ભૂમિકા નિભાવશે.

સૌ વિજેતા યુવાઓને અને સ્પર્ધામાં ભાગ લેનાર સૌને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના પાઠવું છું.

1
3 views