logo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે વિશાલા તથા વિચાર ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યના રંગમંચના પીઢ તથા યુવા બહુપ્રતિષ્ઠિત કલાકારોને સન્માનિત કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાષા, સાહિત્ય, કલા, રંગભૂમિ જેવી સાંસ્કૃતિક વિરાસતોના જતન માટે વિરાસતોનું ગૌરવ કરવાનો સંકલ્પ આપ્યો છે. તેમણે સમાજમાં નાટ્ય પરંપરા અને રંગભૂમિની મહત્તાનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ રંગમંચ દ્વારા સ્વચ્છતા, જળસંરક્ષણ સહિતના અન્ય અભિયાન પ્રત્યે જાગૃતિ ફેલાવીને 'વિકસિત ગુજરાત, વિકસિત ભારત'ના નિર્માણમાં યોગદાન આપવા માટે આહવાન કર્યું હતું.

4
658 views