
સુરતઃ ઓલપાડ
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામજીલાલ સુમન દ્વારા. રાણા સાંગા વિષે કરેલ અભદ્ર ટિપ્પણી બાબતે કાયદેસર ની કાર્યવાહી કરવા ની માંગ રાજપુત કરણી સેના દ્વારા.
સુરતઃ ઓલપાડ
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહા સચિવ રામજીલાલ સુમન દ્વારા "રાણા સાંગા"વિષે કરેલ અભદ્ર ટિપ્પણી બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા ની માંગ : શ્રી રાજપુત કરણી સેના દ્વારા
સુરત જિલ્લા શ્રી રાજપુત કરણી સેનાના પ્રવક્તા અને ઓલપાડ તાલુકા શ્રી રાજપુત કરણી સેનાના પ્રમુખ સુજીતસિંહ સોલંકીની આગેવાનીમાં ઓલપાડ તાલુકા કરણી સેના હોદ્દેદારો મોટી સંખ્યા ઉપસ્થિત રહી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ગત તારીખ: ૨૧/૦૩/૨૦૨૫ ના રોજ ભારતની રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ તથા રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા વીશિરોમણી રાણા સાંગા (સંગ્રામસિંહજી) ના સંદર્ભે અભદ્ર ટિપ્પણી કરી ગદ્દાર જેવા શબ્દોનો ઉપયોગ પ્રયોગ કરેલ છે, અને સત્યથી વેગળી અને પાયાવિહોણી હોય તેમજ આ રાજ્યસભાના સાંસદ દ્વારા રાજ્યસભાની ગરીમા ને લાંછન લગાડેલ છે, આ કારણે સમગ્ર હિન્દુ સમાજ તેમજ રાજપુત સમાજનું અપમાન કરેલ છે, જે અત્યંત દુઃખદાયક છે. સદર અભદ્ર ટિપ્પણીને સમગ્ર હિન્દુ સમાજ તેમજ રાજપુત સમાજ વખોડી કાઢે છે, અને સરકારશ્રી દ્વારા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહા સચિવ રામજીલાલ સુમન દ્વારા "રાણા સાંગા"વિષે કરેલ અભદ્ર ટિપ્પણી બાબતે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આવા રાજકીય નેતાઓ દેશના નાગરીકો જ્યારે ભાઇચારાથી રહેતા હોય ત્યારે આવા સત્તાના ભૂખ્યા રાજકીય આગેવાનો દ્વારા સરકારશ્રીએ આવા નેતાઓ સામે યોગ્ય કડક કાર્યવાહી કરી અને સસ્પેન્ડ કરવાની માગણી. કરવામાં આવી છે.
સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ સુરત ઓલપાડ