logo

હાજીપુરમાં એક જ પરિવારની ચાર દીકરીઓની એક સાથે પોલીસ વિભાગમાં નિમણૂક – માતા-પિતાનો સંઘર્ષ અને દીકરીઓની મહેનતનો વખાણવા લાયક સફર! ગામનું નામ રોશન કર્યું!

પાટણ જિલ્લાના નાનકડા ગામમાં રહેનારા ઈશ્વરભાઈ ચૌહાણ જેઓ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની, ચાર દીકરીઓ અને એક દીકરો છે, ચાર દીકરીઓએ એક સાથે પોલીસ વિભાગમાં નિમણૂક મેળવી છે. જેઓ આ સફળતાની ઉજવણી કરી રહ્યા છે. એમના માટે આ બહુ મોટી સિદ્ધિ છે.

હાજીપુર ગામ, જે રમતગમત ક્ષેત્રે પહેલેથી જ આગળ છે, હવે પોલીસ ભરતીમાં પણ પ્રગતિ કરી રહ્યું છે. આ સિદ્ધિ માત્ર પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર ગામ માટે ગૌરવપૂર્ણ છે.

હાલ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં બિનહથિયારી પોલીસમાં પસંદગી પામી અને નિમણૂક લઈને ફરજ બજાવી રહી છે.

100
1149 views