logo

જ્યોતિષ શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર મુજબ હોળીના દિવસે ઉપાય કરવાથી થતા લાભ

*જ્યોતિષ શાસ્ત્ર*
*જ્યોતિષશાસ્ત્ર મુજબ હોળીના દિવસે ઉપાય કરવાથી થતા લાભ*
*જ્યોતિષ આચાર્ય ડૉ તેજસ મહેતા*
*ફાગણ મહિનાની પૂનમની રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે. આ વખતે આ તહેવાર 13માર્ચ, ગુરુવારે (હોલિકા દહન) છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર,આ દિવસે કરવામાં આવેલા ઉપાયો ખૂબ જ ઝડપથી શુભ ફળ આપે છે. આજે અમે તમને હોળી પર કરવામાં આવતા કેટલાક અચૂક ઉપાયો વિશે જણાવી રહ્યા છે ડો તેજસ મહેતા જે નીચે મુજબ છે:*

*ધન પ્રાપ્તિ માટે:*
*( 1 ) હોળીની રાત્રે ઘરના મુખ્ય દરવાજા પર સરસવના તેલનો ચોમુખી દીવો પ્રગટાવો અને તેની પૂજા કરો. ત્યારબાદ ભગવાનને સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરો. આ પ્રયોગથી દરેક પ્રકારની બાધાઓ દૂર થાય છે.*

*(2 ) જો વેપાર અથવા નોકરીમાં પ્રગતિ ન થઈ રહી હોય, તો 21 ગોમતી ચક્ર લઈને હોલિકા દહનની રાત્રે શિવલિંગ પર ચઢાવો. તેનાથી વેપારમાં લાભ થવા લાગશે.*

*(3 ) હોળી પર કોઈ ગરીબને ભોજન અવશ્ય કરાવો. તેનાથી તમારી મનોકામના પૂરી થશે.*

*(4 ) જો રાહુના કારણે પરેશાની હોય તો એક નારિયેળનો ગોળો લઈને તેમાં અળસીનું તેલ ભરો. તેમાં થોડો ગોળ નાખો અને આ ગોળાને સળગતી હોલિકામાં નાખી દો. તેનાથી રાહુની ખરાબ અસર સમાપ્ત થઈ જશે.*

*(5 ) ધનહાનિથી બચવા માટે હોળીના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ગુલાલ છાંટો અને તેના પર બે મોઢાવાળો દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવતી વખતે ધનહાનિથી બચવાની કામના કરો. જ્યારે દીવો બુઝાઈ જાય ત્યારે તેને હોળીની અગ્નિમાં નાખી દો. આ ક્રિયા શ્રદ્ધાપૂર્વક કરો, ધનહાનિ નહીં થાય.*

*(6 ) ઘરની સુખ-સમૃદ્ધિ માટે પરિવારના દરેક સભ્યએ હોલિકા દહનમાં ઘીમાં પલાળેલી બે લવિંગ, એક પતાસું અને એક મીઠું પાન અવશ્ય ચઢાવવું જોઈએ. સાથે જ હોળીની 11 પરિક્રમા કરતાં હોળીમાં સૂકા નાળિયેરની આહુતિ આપવી જોઈએ.*

*(7 ) જો કોઈએ તમારા પર કોઈ તાંત્રિક પ્રયોગ કર્યો હોય તો હોળીની રાત્રે જ્યાં હોલિકા દહન થાય, તે જગ્યાએ એક ખાડો ખોદીને તેમાં 11 અભિમંત્રિત કોડીઓ દબાવી દો. બીજા દિવસે કોડીઓને કાઢીને તમારા ઘરની માટી સાથે વાદળી કપડામાં બાંધીને વહેતા પાણીમાં પધરાવી દો. તમારા પર કોઈએ જે પણ તંત્ર ક્રિયા કરી હશે તે નષ્ટ થઈ જશે.*

*(8 ) જો તમારા ઘરમાં કોઈ ભૂત-પ્રેતનો પડછાયો હોય તો જ્યારે હોળી પ્રગટીજાય ત્યારે તમે હોલિકાની થોડી અગ્નિ તમારા ઘરે લાવો અને તમારા ઘરના અગ્નિ ખૂણામાં તે અગ્નિને તાંબા અથવા માટીના વાસણમાં રાખો. સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ ઉપાય કરવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે.*

*(9) જો તમે બેરોજગાર હોવતો હોળીની રાત્રે 12 વાગ્યા પહેલાં એક લીંબુ લઈને ચારરસ્તા ઉપર જાઓ અને તેના ચાર ટુકડા કરી ચારેય દિશાઓમાં ફેંકી દો. પાછા ઘરે આવો પરંતુ ધ્યાન રાખો, પાછા આવતી વખતે પાછળ વળીને ન જુઓ.*

*(10) જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય તો હોળીના દિવસે 11 ગોમતી ચક્ર હાથમાં લઈને પ્રગટી રહેલી હોલિકાની 11 વાર પરિક્રમા કરતાં ધન પ્રાપ્તિની પ્રાર્થના કરો. પછી એક સફેદ કાગળ પર જે વ્યક્તિ પાસેથી પૈસા લેવાના હોય તેનું નામ લાલ ચંદનથી લખો.પછી તે સફેદ કાગળને 11 ગોમતી ચક્ર સાથે ક્યાંક ખાડો ખોદીને દાટી દો. આ પ્રયોગથી ધન પરત આવવાની સંભાવના વધી જશે.*

*(11) જો તમને કોઈ અજાણ્યો ડર રહેતો હોય તો હોળી પર એક સૂકું જટાવાળું નારિયેળ, કાળા તલ અને પીળી સરસવ એક સાથે લઈને તેને સાત વાર તમારા માથા પરથી ઉતારીને પ્રગટી રહેલી હોલિકામાં પધરાવી દેવાથી અજાણ્યો ડર દૂર થઈ જશે.*

*(12) હોલિકા દહનના બીજા દિવસે હોલિકાની રખીયા ઘરે લાવીને તેમાં થોડી રાઈ અને મીઠું ભેળવીને રાખવાથી ભૂત-પ્રેત અથવા નજર દોષથી મુક્તિ મળે છે.*

*(13 ) શત્રુઓથી છુટકારો મેળવવા માટે હોલિકા દહનના સમયે 7 ગોમતી ચક્ર લઈને ભગવાનને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં કોઈ શત્રુ બાધા ન આવે . પ્રાર્થના કર્યા પછી પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ગોમતી ચક્ર પ્રગટી રહેલ હોલિકામાં પધરાવી દો.*

*(14 )જલ્દી લગ્ન માટે:*
*હોળીના દિવસે કોઈ શિવ મંદિરે જાઓ.*
*તમારી સાથે 1 આખું કાપુરીપાન, 1 આખી સોપારી અને હળદરની ગાંઠ રાખો.*
*કપુરી પાન પર સોપારી અને હળદરની ગાંઠ રાખીને શિવલિંગ પર અર્પણ કરો.*
*ત્યારબાદ પાછળ જોયા વગર તમારા ઘરે પાછા આવો.*
*આ જ પ્રયોગ બીજા દિવસે પણ કરો. *આ ઉપાય કરતા રહો.જલ્દી જ લગ્નના યોગ બનશે.*

*(15 ) મનોકામના પૂર્ણ કરવા માટે:*
*હોળી ના દિવસ થી શરૂ કરીને બજરંગ બાણના પાઠ 40 દિવસ સુધી નિયમિત કરવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે.*
*જ્યોતિષ આચાર્ય ડો તેજસ મહેતા*

1
254 views