
શ્રી માધાપર લોહાણા મહાજન
શ્રી હરી શાંતિનિકેતન ટ્રસ્ટ વયસ્ક વિશ્રામ ગૃહ માધાપર ના મંત્રી શ્રી જયંતીલાલ માવજીભાઈ દૈયા નું તા.૨૧/૦૨ ના દુઃખદ અવસાન થતા માધાપર લોહાણા સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. નિવૃત્તિ બાદ પ્રખ્યાત કંપની દ્વારા રેવેન્યુ જમીન ને લગતા કન્સલ્ટીંગ કામ માટે ઓફર હોવા છતાં પોતાની નિવૃતિનો સમય સમાજ સેવા માટે જ ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો અને શ્રી હરી શાંતિનિકેતન ટ્રસ્ટ વયસ્ક વિશ્રામ ગૃહ માં પાયા વિધિ થી લઈને અંતિમ ક્ષણ સુધી મંત્રી તરીકે સક્રિય રહ્યા. સંસ્થામાં રહેતા દરેક વડીલોનું ખાસ અંગત ધ્યાન રાખતા કેમકે વૃધાશ્રમ માં રહેતા દરેક વડીલ ને અંતરમાં કઈક ને કઈક પીડા રહેલી હોય છે. એટલે એમના શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્ય નું પણ ખ્યાલ રાખતા હતા.સેવાકીય કાર્ય સાથે તેઓનું આધ્યાત્મિક જીવન પણ ઉચ્ચ હતું.દરરોજ નિયમિત પૂજા-પાઠ સાથે પુસ્તકોનું અધ્યયન અને મંત્ર લેખન એમના જીવનનો હિસ્સો હતો
સામાજિક ક્ષેત્રે પણ આગેવાનો ને જયારે કોઈ મુદે મૂંઝવણ થાય ત્યારે તેઓનું માર્ગદર્શન ચાવી રૂપ સાબિત થતું.ઉપરાંત શ્રી માધાપર લોહાણા મહાજન માં પણ વર્ષો સુધી મંત્રી તરીકે, અન્ય સંસ્થાઓ માં ટ્રસ્ટી તરીકે,અમરધામ ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે ઘણા વર્ષો સુધી સેવા કરતા રહ્યા હતા.સ્વ.જયંતિલાલ એક કુશળ પારદર્શક વહીવટકર્તા સન્માન ની અપેક્ષા વગર સમાજ સેવા કરવી ને પોતાની પ્રસિદ્ધિ ની પરવા કર્યા વગર કાર્ય કરવું એ એમનો ગુણ હતો.
સન ૨૦૨૩ માં કરોડ રજ્જુ ના બે મોટા ઓપરેશન થયા હતા અને બે મહિના પથારીમાં રહીને પણ સંસ્થાનું મેનેજમેન્ટ કાર્ય ફોન દ્વારા પણ ચાલુ રાખ્યું હતું.સ્વસ્થ થયા બાદ ચાલવામાં ખુબ તકલીફ હોવા છતાં શ્રી હરી શાંતિનિકેતન ટ્રસ્ટ વયસ્ક વિશ્રામ ગૃહ માટે પ્રેમ હોવાથી નિયમિત રીતે સંસ્થામાં હાજરી આપીને વહીવટી કાર્ય અંતિમ દિવસ સુધી સાંભળ્યું હતું.
જગ દરબારમાં જયંતીભાઈ નામે એક દીવો રામ થયો પણ
પ્રગટાવ્યા હતા અનેક દીવડા એમણે એ સૌ ઝળહળે છે સૌના દિલમાં આજ
લોહાણા સમાજની વિવિધ સંસ્થાઓએ અને ગામના અગ્રણીઓ એ સ્વ.જયંતીલાલ ભાઇ ને શ્રધાંજલિ આપી હતી અને તેમના કાર્યોને યાદ કર્યા હતા. ( હિરેન ચંદે )