logo

SSC/HSC બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો.

*SSC/HSC બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો*

કોળી કર્મચારી મંડળ લીમખેડા તાલુકા પ્રેરિત અને સમસ્ત કોળી સમાજ લીમખેડા તાલુકા દ્વારા આયોજિત SSC/HSC બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.SSC/HSC બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરે તે હેતુસર રાખવામાં આવેલા સેમિનારમાં શ્રી વિનયકુમાર એલ ચૌહાણ(આચાર્યશ્રી-એમ એન્ડ એન બ્રધર્સ હાઇસ્કુલ બાંડીબાર)અને શ્રી હિંમતસિંહ એસ બારીઆ (CRC .Co.ઓર્ડીનેટર દુધિયા)એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તથા પરીક્ષામાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.હાજર રહેલ સૌ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
માર્ગદર્શન સેમિનારમાં કોળી સમાજના શુભચિંતક યુવા મિત્રો તથા કોળી કર્મચારી મંડળના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

0
296 views